પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના પતિ દેવીસિંહ શેખાવતનું નિધન

24 February, 2023 05:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ (Pratibha Patil)ના પતિ દેવીસિંહ શેખાવત(Devisingh Shekhawat)નું શુક્રવારે પુણેમાં 89 વર્ષની વયે અવસાન થયું હતું.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ (Pratibha Patil)ના પતિ દેવીસિંહ શેખાવત(Devisingh Shekhawat)નું શુક્રવારે પુણેમાં 89 વર્ષની વયે અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તબિયત ખરાબ હોવાને કારણે તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

શુક્રવારે સવારે 9 વાગ્યે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેમાં તેમણે જીવ ગુમાવ્યો હતો. દેવીસિંહ પાટીલના અંતિમ સંસ્કાર શુક્રવારે જ પુણેમાં કરવામાં આવ્યાં. તેમના પરિવારમાં પ્રતિભા પાટીલ ઉપરાંત એક પુત્ર અને એક પુત્રી પણ છે.

એનસીપીના વડા શરદ પવારે દેવીસિંહ શેખાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને જાણીતા કૃષિવિદ દેવીસિંહ રણસિંહ શેખાવત જીના નિધનથી ખૂબ જ દુઃખી છું. પીઢ નેતાએ અમરાવતીના પ્રથમ મેયર તરીકે સેવા આપી હતી અને ભારતના પ્રથમ જેન્ટલમેન તરીકે પ્રતિભા તાઈ માટે મજબૂત સપોર્ટ સિસ્ટમ હતી, પવારે ટ્વિટ કર્યું.

પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું કે તેઓ ડૉ. દેવીસિંહ શેખાવતના નિધન વિશે જાણીને આઘાતમાં છે. કોવિંદે ટ્વિટ કર્યું કે, આ દુઃખની ઘડીમાં પ્રતિભા સિંહ પાટીલ જી અને તેમના પરિવાર સાથે મારી સંવેદના છે.

mumbai news pune news pune sharad pawar