હોટેલ અને રેસ્ટોરાંમાં ખાણીપીણી મોંઘી થવાનાં એંધાણ

03 April, 2026 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑપરેટિંગ ખર્ચમાં થયેલો ૨૦ ટકાનો વધારો સરભર કરવા મેનુ મોંઘું થશે

પ્રતીકાત્મક તસવીર

કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નાં સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં થયેલા તોતિંગ વધારા બાદ હવે હોટેલ અને રેસ્ટોરાંના મેનુમાં પણ તોતિંગ ભાવવધારો ઝીંકાય એવી શક્યતા હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા (HRAWI)એ દર્શાવી છે. ગલ્ફ દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે પહેલેથી જ સંકટનો સામનો કરી રહેલા હૉસ્પિટલિટી ક્ષેત્ર પર હવે ઑપરેટિંગ ખર્ચમાં અંદાજે ૨૦ ટકા જેટલો વધારો થયો છે. આ વધારાના બોજને પહોંચી વળવા માટે ખાણી-પીણીના ભાવ વધારવા અનિવાર્ય થઈ ગયા છે.

હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયાના પ્રવક્તા પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી હૉસ્પિટલિટી સેક્ટરના સંચાલનખર્ચમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. અવારનવાર લૉકડાઉન જેવી સ્થિતિ, કામકાજના મર્યાદિત કલાકો, મેનુમાં ફેરફાર અને રસોઈ માટે વૈકલ્પિક પદ્ધતિઓ અપનાવવાને કારણે આર્થિક બોજ વધ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં સતત વધી રહેલા ખર્ચના બોજને આંશિક રીતે સરભર કરવા હૉસ્પિટલિટી એકમો પાસે મેનુના ભાવમાં વધારો કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

mumbai news mumbai lpg crisis lpg cylinder hotel and restaurant indian hotel & restaurant association