16 December, 2024 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની ફાઈલ તસવીર
મહારાષ્ટ્ર સરકારના પ્રધાનમંડળનું ગઈ કાલે નાગપુરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં ૩૯ વિધાનસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પહેલાં મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનોએ શપથ લીધા હતા. આથી મહાયુતિ સરકારના પ્રધાનોની સંખ્યા ૪૨ થઈ છે. આ ૪૨ પ્રધાનોમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજનના પાંચ વિધાનસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વિધાનસભ્યોમાં દક્ષિણ મુંબઈની મલબાર હિલ બેઠકના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા, બાંદરા-વેસ્ટ બેઠકના વિધાનસભ્ય આશિષ શેલાર, થાણેની કોપરી-પાચપાખાડી બેઠકના વિધાનસભ્ય એકનાથ શિંદે, થાણેની ઓવળા માજીવાડા બેઠકના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક અને નવી મુંબઈની ઐરોલી બેઠકના વિધાનસભ્ય ગણેશ નાઈકનો સમાવેશ થાય છે.