માનખુર્દના મંડાલેમાં લાગેલી આગમાં બાળકીનું મોત, મહિલા ગંભીર

22 April, 2025 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાયર બ્રિગેડે ૨૦ જ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ ચોક્કસ કયા કારણસર લાગી એની જાણ થઈ નહોતી.

પ્રતીકાત્મક તસવીર

માનખુર્દના મંડાલે ​વિસ્તારમાં આવેલા જનતાનગરના એક ઝૂંપડામાં ગઈ કાલે રાતે ૮.૨૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ આગમાં ઘવાયેલી ૧૦ વર્ષની ખુશી ખાન અને પચીસ વર્ષની ફરાહ ખાનને ગોવંડીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં જ્યાં ડૉક્ટરોએ ખુશીને મૃત જાહેર કરી હતી, જ્યારે  ફરાહ ખાન ૭૦ ટકા દાઝી ગઈ હોવાથી ક્રિટિકલ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. 
ફાયર બ્રિગેડે ૨૦ જ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ ચોક્કસ કયા કારણસર લાગી એની જાણ થઈ નહોતી.

mumbai fire brigade fire incident mumbai news mumbai news medical information