મુંબઈની વાડિયા હોસ્પિટલમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

05 August, 2022 08:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અધિકારીઓએ તેને લેવલ 2 આગ હોવાનું જાહેર કર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

શુક્રવારે સાંજે લગભગ 6.52 વાગ્યે પરેલની નૌરોસજી વાડિયા હોસ્પિટલમાં આગ લાગી હતી.

મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) અનુસાર, આગ હોસ્પિટલના પહેલા માળે એક પીડિયાટ્રિક ઑપરેશન થિયેટર (OT) પાસે ફાટી નીકળી હતી, પરંતુ કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.

અધિકારીઓએ તેને લેવલ 2 આગ હોવાનું જાહેર કર્યું હતું.

ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આઠ જેટલા ફાયર એન્જિન અને છ પાણીના ટેન્કરો સ્થળ પર મોકલવામાં આવ્યા છે."

ઘટના વિશે માહિતી આપતા, BMC અધિકારીએ ઉમેર્યું કે, "આગ G+2 હોસ્પિટલની બિલ્ડિંગના પહેલા માળે UPS રૂમમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન, સેન્ટ્રલ A.C, દરવાજા, બારીઓ, લાકડાના પાર્ટીશન વગેરે સુધી મર્યાદિત છે. હોસ્પિટલ સ્ટાફની મદદથી નજીકના વોર્ડને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા."

mumbai mumbai news lower parel