મુંબઇમાં આવેલી ક્રૉફર્ડ માર્કેટની બિલ્ડિંગમાં લાગી આગ

17 August, 2020 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇમાં આવેલી ક્રૉફર્ડ માર્કેટની બિલ્ડિંગમાં લાગી આગ

પ્રતીકાત્મક તસવીર

ક્રૉફર્ડ માર્કેટ(Crawford Market) મુંબઇ(Mumbai)ના સૌથી જાણીતા બજારમાંની એક છે. જે બિલ્ડિંગમાં આગ લાગી છે, તે 1969માં બનેલી છે. આ બિલ્ડિંગ શહેરને Cowasji Jehangirએ ડોનેટ કરી હતી.

મુંબઇના ક્રૉફર્ડ માર્કેટમાં આજે 17 ઑગસ્ટના રોજ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાસ્થળે અગ્નિશામકદળ પહોંચી ગયું છે અને જવાનો આગ પર કાબૂ મેળવવાના કામમાં લાગી ગયા છે.

ક્રૉફર્ડ માર્કેટ મુંબઇના સૌથી જાણીતા બજારમાંની એક છે. જે બિલ્ડિંગમાં આગ લાગી છે, તે 1969માં બનેલી છે. આ બિલ્ડિંગ શહેરને Cowasji Jehangirએ ડોનેટ કરી હતી. મળતી માહિતી પ્રમાણે બિલ્ડિંગમાં ફાયર ફાઇટિંગનું કામ ચાલી રહ્યું છે અહીં 8 ટેન્ડર હાજર છે. આ ક્ષેત્રમાં આ પહેલા એટલે કે જૂન મહિનામાં લેવલ 2ની આગ લાગી ચૂકી છે.

mumbai mumbai news crawford market