મુંબઈ-ગોવા હાઈવે પર જીવલેણ અકસ્માત, નવ મુસાફરોના મોત

19 January, 2023 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુરુવારે વહેલી સવારે મુંબઈ-ગોવા હાઈવે પર બની હતી. મુંબઈ-ગોવા હાઈવે પર ગોરેગાંવના રેપોલી વિસ્તરમાં આજે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે એક ભયંકર અકસ્માત થયો હતો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-ગોવા હાઈવે (Mumbai-Goa Highway) પર એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. રાયગઢ નજીક રેપોલી ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. દરમિયાન, અકસ્માતનું કારણ હજુ અસ્પષ્ટ છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમ જ અકસ્માતને કારણે મુંબઈ-ગોવા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે રોડ પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

કેવી રીતે થયો અકસ્માત? પ્રત્યક્ષદર્શીઓએ આપી માહિતી

રાયગઢ નજીક રેપોલી ગામ પાસે કાર અને ટ્રક સામસામે અથડાયા અને આ ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઇકો કાર અને ટ્રક સામસામે અથડાયા હતા. ગોરેગાંવ સીમામાં રેપોલી પાસે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. કારમાં મુસાફરી કરી રહેલા નવ મુસાફરોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના ગુરુવારે વહેલી સવારે મુંબઈ-ગોવા હાઈવે પર બની હતી. મુંબઈ-ગોવા હાઈવે પર ગોરેગાંવના રેપોલી વિસ્તરમાં આજે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે એક ભયંકર અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર અને ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 મહિનાનું બાળક બચી ગયું હોવાની માહિતી મળી છે.

વહેલી સવારે થયેલા આ અકસ્માતને કારણે મુંબઈ-ગોવા હાઈવે પર થોડો સમય માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો. પોલીસને અકસ્માતની માહિતી મળતાં જ તેમણે તાત્કાલિક ઘટનાસ્થળે તપાસ કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તેમ જ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ક્યાંના છે તેની તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: આજે કયા પ્રોજેક્ટ્સને નરેન્દ્ર મોદી આપશે લીલી ઝંડી?

પંઢરપુરમાં પણ ભયંકર અકસ્માત

પંઢરપુરમાં ગઇકાલે ટ્રાવેલ બસ પલટી જતાં દેવદર્શન માટે જઈ રહેલા 28 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. એક ભક્તનું કમનસીબે મોત થયું હતું. મંગળવેધા તાલુકાના યેદ્રાવ ફાટા ખાતે 38 જેટલા શ્રદ્ધાળુઓને લઈને મુસાફરી કરતી વખતે ટ્રાવેલ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. 28 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે તેમાંથી આઠની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

mumbai mumbai news mumbai-goa highway goa