જેટ એરવેઝના માલિક નરેશ ગોયલના ઘરે ED ના દરોડા

05 March, 2020 11:53 AM IST  |  Mumbai

જેટ એરવેઝના માલિક નરેશ ગોયલના ઘરે ED ના દરોડા

નરેશ ગોયલ

જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના ઘરે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દરોડા પાડ્યા છે. બેલાર્ડ એસ્ટેટના કાર્યાલયમાં પૂછપરછ કર્યા બાદ ઇડીના અધિકારીઓએ ગોયલને તાબામાં લઈને તેમના ઘરે દરોડા પડ્યા હતા. નરેશ ગોયલને મની લૉન્ડ્રિંગના ગુનામાં ઈડીએ તાબામાં લીધા છે.

ઈડીએ મની લૉન્ડ્રિંગના કેસની તપાસના મુદ્દે બુધવારે મોડીરાત્રે નરેશ ગોયલના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા ઘરે દરોડા પાડ્યા હતા. એક ટ્રાવેલ કંપનીએ કરેલી એફઆઈઆરના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. જેટ એરવેઝ અને ગોયલ વિરુદ્ધ કરવામાં આવેલી એફઆઈઆરમાં નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ગોયલ પર 46 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. મુંબઈ પોલીસની એફઆઈઆરની નોંધ લીધા બાદ ઈડીએ ગોયલ વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ ફોજદારી ગુનો નોંધ્યો છે અને તેમનું નિવેદન પણ લીધું છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં માહિનામાં ઇડીના અધિકારીઓએ આઠ કલાક કરતાં વધુ સમય સુધી ગોયલની પૂછપરછ કરી હતી. અબૂ ધાબીની અવહદ એયરવેઝે એક ભાગીદારી માટે 150 મિલિયન ડોલરનું રોકાણ કર્યા બાદ ફૉરેન ઍક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ (ફેમા) ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું.

mumbai jet airways mumbai police