મુંબઈ: પાત્રા ચૉલ ગોટાળામાં સંજય રાઉતની પત્ની વર્ષાની ED એ કરી પૂછપરછ

06 August, 2022 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વર્ષા રાઉત શનિવારે પાત્રા ચૉલ ગોટાળા અને લેવડદેવડમાં અનિયમિતતાઓ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં ED સામે રજૂ થયાં.

ફાઈલ તસવીર

મુંબઈમાં શિવસેના સાંસદ સંજય રાઉત બાદ પ્રવર્તન નિદેશાલય (ED) હવે તેમની પત્ની વર્ષા રાઉતની પણ પૂછપરછ કરી રહી છે. વર્ષા રાઉત શનિવારે પાત્રા ચૉલ ગોટાળા અને લેવડદેવડમાં અનિયમિતતાઓ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં ED સામે રજૂ થયાં.

ED એ અઠવાડિયાની શરૂઆતમાં વર્ષા રાઉતને સમન પાઠવ્યા હતા. તેમને શનિવારે ઇડી ઑફિસમાં રજૂ થવાનું હતું. આ પ્રમાણે વર્ષા રાઉત આજે સવારે 10.40 વાગ્યે દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ સ્થિત ઇડી ઑફિસ પહોંચ્યાં.

આ દરમિયાન ED ઑફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા. કેન્દ્રીય તપાસ એજન્સી મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં પાત્રા ચૉલના પુનર્વિકાસ સંબંધિત 1034 કરોડ રૂપિયા ભૂમિ ગોટાળા મામલે તપાસ કરી રહી છે.

ઇડીએ પાત્રા ચૉલ ગોટાળામાં સંજય રાઉતની 1 ઑગસ્ટના ધરપકડ કરી. જ્યારે ગુરુવારે એક સ્થાનિક કૉર્ટે તેની ન્યાયિક અટક વધારતા તેમને 8 ઑગસ્ટ સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા.

EDએ પહેલા કૉર્ટને જણાવ્યું હતું કે સંજય રાઉત અને તેમના પરિવારને પાત્રા ચૉલ ગોટાળામાં એક કરોડ રૂપિયાથી વધારેની આવક મળી હતી.

પ્રવર્તન નિદેશાલયે એપ્રિલમાં પોતાની તપાસ હેઠળ વર્ષા રાઉત અને સંજય રાઉતના 2 સહયોગીઓની 11.15 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિને અસ્થાઈ રૂપે કુર્ક કરી હતી.

EDનો દાવો છે કે વર્ષા રાઉત પાસે મુંબઈના દાદરમાં એક ફ્લેટટ અને અલીબાગમાં કિહિમ બીચ પર આઠ પ્લૉટ સામેલ છે. આ પ્રૉપર્ટી વર્ષા રાઉત અને સ્વપ્ના પાટકરે ખરીદી હતી. સ્વપ્ના પાટકર સંજય રાઉતના સહયોગી સુજીત પાટકરની પત્ની છે. જો કે, સ્વપ્નાની પણ ઇડી આ મામલે પૂછપરછ કરી ચૂકી છે.

ઇડીએ પહેલા કહ્યું હતું કે ગુરુ આશીષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ ચૉલના પુનર્વિકાસમાં સામેલ હતા, જેમાં મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથૉરિટી (મ્હાડા) સાથે સંબંધિત 47 એકરમાં 672 ભાડૂત રહેતા હતા.

Mumbai mumbai news maharashtra shiv sena sanjay raut