Dhananjay Munde Resignation: મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ આપ્યું રાજીનામું, CM ફડણવીસે સ્વીકાર્યું

05 March, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Dhananjay Munde Resignation: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ધનંજય મુંડેનું રાજીનામું સ્વીકારી લીધું છે. વાલ્મીક કરાડ ધનંજય મુંડેનો નજીકનો સાથી હોવાનું કહેવાય છે

ધનંજય મુંડેની ફાઇલ તસવીર

Dhananjay Munde Resignation: છેલ્લા કેટલાક સમયથી ધનંજય મુંડેનું નામ ચર્ચામાં રહ્યું છે. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ધનંજય મુંડેનું રાજીનામું સ્વીકારી લીધું હોવાની માહિતી સામે આવી છે. એનસીપી નેતા સંતોષ દેશમુખની હત્યામાં કથિત સંડોવણી બદલ વિપક્ષો ધનંજય મુંડેના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. સંતોષ દેશમુખની હત્યાનો મુખ્ય આરોપી વાલ્મીક કરાડ ધનંજય મુંડેનો નજીકનો સાથી હોવાનું કહેવાય છે. સંતોષ દેશમુખની હત્યા બાદ, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ધનંજય મુંડેએ રાજીનામું સ્વીકાર્યું છે. 

Dhananjay Munde Resignation: મસ્સાજોગના સંતોષ દેશમુખની હત્યાની તસવીરો સામે આવી હતી, સંતોષ દેશમુખની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કેટલાક આરોપી દેશમુખને લાકડીઓથી મારતા જોવા મળતા હતા. જ્યારે કેટલાક તો લોખંડના સળિયાથી પીટતા પણ જોઈ શકાતા હતા. એકનો પગ ખભા પર હતો. એક આરોપીએ સંતોષ દેશમુખના શરીર પર પેશાબ પણ કર્યો હતો. આ તસવીરોમાં સંતોષ દેશમુખનો ચહેરો જોવા મળી રહ્યો છે. મવળી, તે જમીન પર ઢળી પડેલા જોવા મળતા હતા. 

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેણે રાજ્યના રાજકીય વાતાવરણને જોરદાર ઊકાળ્યુ હતું. આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેના કારણે લોકોમાં પણ રોષ ફેલાયો હતો. આ ઘટનાક્રમને પગલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે હવે રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી ધનંજય મુંડેને રાજીનામું આપવા જણાવ્યું હતું. આદિત્ય ઠાકરેએ નિશાન સાધતાં ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાનું પતન વધી રહ્યું છે અને તમે તેને લોકોની આંખોમાં જોઈ શકો છો"

એટલું જ નહીં લોકોએ પણ ધનંજય મુંડેના રાજીનામાની (Dhananjay Munde Resignation) માંગ કરી હતી. બજેટ સત્રના પહેલા દિવસે ધનંજય મુંડેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આજ સવારથી જ મહાયુતિ સરકાર પર ધનંજય મુંડેંના રાજીનામાનું દબાણ વધી રહ્યું હતું, ત્યારે ધનંજય મુંડેએ રાજીનામું આપી દીધું હોવાના સમાચાર સામે આવ્યા છે.

તેઓએ એક્સ પર લખ્યું કે- બીડ જિલ્લાના સરપંચ સંતોષ દેશમુખની ક્રૂર હત્યાના આરોપીઓને કડક સજાની માંગ હું પહેલા દિવસથી જ કરી રહ્યો છું. હું ગઈકાલના ફોટોઝ જોઈને ખૂબ જ વ્યથિત થઈ ગયો. તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ન્યાયિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મારી તબિયત સારી ન હોવાથી, ડોકટરોએ મને આગામી કેટલાક દિવસો સુધી સારવાર લેવાની સલાહ આપી છે. તેથી મેં પ્રધાનમંત્રી આગળ રાજીનામું આપ્યું છે.

આમ, ધનંજય મુંડેએ આજે પોતાનું રાજીનામું આપ્યું અને તેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વીકારી લીધું છે. હવે આગળની કાર્યવાહી માટે રાજ્યપાલને મોકલી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ વિશે માહિતી આપી હતી કે તેઓએ ધનંજય મુંડેને મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે.

આ વચ્ચે યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ આટલા વિલંબ માટે મહાયુતિ સરકારની (Dhananjay Munde Resignation) ટીકા કરી હતી.  ઠાકરે જુનિયરે કહ્યું, "આ સરકાર પોતાના કાર્યકર્તાઓને ન્યાય ન આપી શકે. દેશમુખ ભાજપના કાર્યકર હોવાનું કહેવાય છે. ભાજપના ધારાસભ્ય સુરેશ ધાસના જણાવ્યા અનુસાર દેશમુખ 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાન મથક પર સક્રિય હતા"

mumbai news mumbai dhananjay munde nationalist congress party ajit pawar devendra fadnavis political news maharashtra political crisis bharatiya janata party aaditya thackeray