14 February, 2025 07:00 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
ડિરેક્ટરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI)
ડિરેક્ટરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI)એ બોગસ કંપનીઓ ઊભી કરીને ૧૧૯૬ કરોડ રૂપિયાની ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ મેળવનારા રૅકેટનો પર્દાફાશ કર્યો છે.
DGGIના પુણે યુનિટે એકસાથે પુણે, દિલ્હી, નોએડા અને મુઝફ્ફરનગરમાં સર્ચ ઑપરેશન કર્યું હતું જેમાં તેમને બોગસ કંપની મારફત બનાવવામાં આવેલાં ફેક ઇન્વોઇસિસ અને ઈ-વે બિલ મળી આવ્યાં હતાં. એક જણની આ મામલામાં ધરપકડ કરવામાં આવી છે અને તેમનું માનવું છે કે તે જ આ રૅકેટનો સૂત્રધાર છે. આ વ્યક્તિ મુઝફ્ફરનગરની એક પ્રાઇવેટ કંપનીનો ડિરેક્ટર છે.
આ સિન્ડિકેટે લોકોનાં ઍડ્રેસ, ઈ-મેઇલ આઇડી, ફોન નંબરનો ડેટાબેઝ બનાવ્યો હતો અને એની મદદથી નવાં-નવાં નામે GST રજિસ્ટ્રેશન કરતા હોવાથી અત્યાર સુધી પકડમાં નહોતા આવ્યા. આ લોકો ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને નોકરીએ રાખતા હતા અને તેમની પર્સનલ ડિટેલ્સને આધારે GST રજિસ્ટ્રેશન કરતા હતા. અત્યાર સુધીની તપાસમાં પોલીસને ૨૦ બોગસ કંપની મળી આવી છે.