અજમલ કસબને ફાંસીના ફંદે દોરી જનારી આ યુવતીને મળશે શૌર્ય રત્ન અવૉર્ડ

13 August, 2025 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૮માં થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલા વખતે દેવિકા રોતાવન તેના પપ્પા અને ભાઈ સાથે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર ટ્રેનની રાહ જોઈ રહી હતી

દેવિકા રોતાવન

નવ વર્ષની ઉંમરે આતંકવાદીની ગોળી ઝીલનારી અને આતંકવાદીની ઓળખ કરનારી દેવિકા રોતાવનને ષણ્મુખાનંદ સભા દ્વારા ૧૫ ઑગસ્ટે શ્રી ષણ્મુખાનંદ શૌર્ય રત્ન અવૉર્ડ એનાયત કરવામાં આવશે. આ સાથે જ ઑપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોનું પણ સન્માન કરવામાં આવશે.

૨૦૦૮માં થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલા વખતે દેવિકા રોતાવન તેના પપ્પા અને ભાઈ સાથે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર ટ્રેનની રાહ જોઈ રહી હતી એ સમયે ત્યાં આતંકવાદીઓએ ગોળીબાર કરતાં દેવીકાને પગમાં ગોળી વાગી હતી. જેને કારણે તેનો જમણો પગ કામ નથી કરતો. એમ છતાં તેણે નાની ઉંમરમાં હિંમત દાખવીને એકમાત્ર જીવિત બચેલા આતંકવાદી અજમલ કસબની ઓળખ કરી હતી. તેના આ શૌર્ય બદલ સ્વાતંયદિને તેને શ્રી ષણ્મુખાનંદ શૌર્ય રત્ન અવૉર્ડ આપવામાં આવશે.

terror attack mumbai terror attacks the attacks of 26 11 chhatrapati shivaji terminus 26 11 attacks news mumbai independence day mumbai news operation sindoor