04 May, 2025 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર સાથે ૭૨ કલાક મુખ્ય પ્રધાન હતો ત્યારે મહાયુતિનાં બીજ નખાયાં હતાં
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) દ્વારા ગઈ કાલે મુંબઈના વરલીમાં ગૌરવશાળી મહારાષ્ટ્ર મહોત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના તમામ ભૂતપૂર્વ અને અત્યારના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અહીં બતાવવામાં આવેલી મારી ફિલ્મ જોઈ. લોકોને લાગે છે કે હું બે વખત મુખ્ય પ્રધાન બન્યો છું, પણ ત્રણ વખત મુખ્ય પ્રધાન બન્યો છું. એક વખત ૭૨ કલાક મુખ્ય પ્રધાન હતો. અજિત પવારના નામે સૌથી વધુ નાયબ મુખ્ય પ્રધાન અને સૌથી ઓછા સમય માટે નાયબ મુખ્ય પ્રધાનનો રેકૉર્ડ છે. મારા નામે પણ સૌથી ઓછા ૭૨ કલાક માટે મુખ્ય પ્રધાનનો રેકૉર્ડ છે. અમે બન્નેએ ૭૨ કલાક રાજ્ય ચલાવ્યું. આજે જે સરકાર દેખાય છે અને જે પ્રકારની યુતિ આજે છે એનાં બીજ અમારી ૭૨ કલાકની સરકાર વખતે નખાયાં હતાં.’