07 May, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિલે પાર્લે રેલવે સ્ટેશનનાં પગથિયાં પર ચિપકાવવામાં આવેલો પાકિસ્તાનનો ઝંડો ઉખેડી રહેલી એક મુસ્લિમ યુવતી.
પહલગામમાં હિન્દુ ટૂરિસ્ટોને વીણી-વીણીને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા છે એનો ભારતભરમાં જોરદાર ગુસ્સો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર પાકિસ્તાન સામે પાણી બંધ કરવા સહિતનાં પગલાં લઈ રહી છે અને લોકોમાં પણ પાકિસ્તાન પ્રત્યે જબરદસ્ત ગુસ્સો છે એટલે ભારતવાસીઓ વિરોધ-પ્રદર્શન કરવાની સાથે પાકિસ્તાનના ઝંડાને પગ તળે આવે એ રીતે ચીપકાવીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક દેશભક્તોએ વિલે પાર્લે રેલવે-સ્ટેશનનાં પગથિયાં પર પાકિસ્તાનના ઝંડા ચીપકાવ્યા છે એને એક બુરખો પહેરેલી યુવતી ઉખાડી રહી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં ગઈ કાલે ખૂબ વાઇરલ થયો હતો. આ વિડિયો જોયા બાદ લોકોએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘યે હૈં દેશ કે ગદ્દાર.’
સોશ્યલ મીડિયામાં સોમવારે એક વ્યક્તિએ વિલે પાર્લે રેલવે-સ્ટેશનનાં પગથિયાં પર ચિપકાવવામાં આવેલા પાકિસ્તાનના ઝંડાને ઉખેડી રહેલી મુસ્લિમ યુવતીનો વિડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડિયોમાં પાકિસ્તાનનો ઝંડો ઉખેડી રહેલી યુવતી અને આસપાસ ઊભા રહેલા લોકો સામસામે આવી ગયા હતા.
આ વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કરનારી એક વ્યક્તિએ પોસ્ટમાં લખ્યું હતું કે ‘વિલે પાર્લે રેલવે-સ્ટેશનની આ ઘટના જુઓ. અબ્દુલ કરતાં ફાતિમા વધુ કટ્ટર છે. યાદ રાખો, આ લોકોને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. ભારતમાં રહેતા આ લોકો પાકિસ્તાન અને ઇસ્લામિક દેશને સમર્થન કરે છે. હિન્દુઓ જુઓ, તેમની મહિલા પણ કેટલી કટ્ટર છે.’