મહારાષ્ટ્રમાં શરૂ નહીં જ થાય ડાન્સબાર

19 January, 2019 09:26 AM IST  |  મુંબઈ | મમતા પડિયા

મહારાષ્ટ્રમાં શરૂ નહીં જ થાય ડાન્સબાર

ડાન્સબાર શરૂ ન કરવાનો નિર્ધાર

મહારાષ્ટ્ર રાજ્યમાં ડાન્સબાર બાબતે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે એ સાથે રાજ્ય સરકારના અનેક નિયમ અને શરતોને શિથિલ કયાર઼્ છે ત્યારે આ નિર્ણય બાદ વિરોધ પક્ષ સરકારની ટીકા કરી રહ્યો છે, જ્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન દીપક કેસરકરે રાજ્યમાં ડાન્સબાર નહીં જ ચાલવા દઈએ એવી મક્કમ ભૂમિકા લીધી છે. જોકે દેવેન્દ્ર ફડણવીસની સરકારના કહ્યા પ્રમાણે સુપ્રીમ ર્કોટનો આદેશ મYયા બાદ જ યોગ્ય નિર્ણય લેવાશે તેમ જ સુપ્રીમ ર્કોટના આદેશને માન આપતાં પોલીસને સૂચના આપીને સ્થાનિક સ્તરે કડક કાયદો બેસાડવામાં આવશે. જોકે સત્તાધારી પ્રધાનો ડાન્સબાર ફરી શરૂ કરવાના વિરોધમાં છે. 

આ પણ વાંચોઃ ફામે GSTના દરોમાં ધરખમ ફેરફારો કરવાની-પ્રોફેશનલ ટૅક્સની નાબૂદીની કરી માગણી

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન દીપક કેસરકરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ડાન્સબારને મુદ્દે જરૂર પડશે તો અધ્યાદેશ પણ લાવીશું, પરંતુ ડાન્સબાર ફરી શરૂ થવા નહીં દઈએ. સુપ્રીમ ર્કોટના નિર્ણયનું માન રાખવામાં આવશે એમ જણાવીને પ્રધાન સુધીર મુનગંટીવરે કહ્યું હતું કે ‘રાજ્યની સંસ્કૃતિને જાળવવા માટે ડાન્સબાર ન શરૂ થાય એ માટે અધ્યાદેશ લાવવાની તૈયારી સરકાર કરી રહી છે. આવતા અઠવાડિયે કૅબિનેટની બેઠકમાં ડાન્સબારને મુદ્દે ચર્ચાવિચારણા કરવામાં આવશે. ડાન્સબાર વિરુદ્ધ કાયદો ઘડવા માટે રાજ્યમાં બધા રાજકીય પક્ષો એકમત છે.’ 

mumbai