Maharashtra: હિંમત કેમ થઈ આંબેડકર જયંતિ ઉજવવાની, આવું કહી દલિત યુવકની કરી હત્યા

04 June, 2023 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર(Maharashtra)ના નાંદેડ (Nanded)જિલ્લામાં કેટલાક લોકોએ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર એટલી નારાજગી વ્યક્ત કરી કે તેઓએ એક દલિત યુવકની હત્યા કરી નાખી. યુવકની ઉંમર 24 વર્ષ હોવાનું કહેવાય છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર(Maharashtra)ના નાંદેડ (Nanded)જિલ્લામાં કેટલાક લોકોએ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર એટલી નારાજગી વ્યક્ત કરી કે તેઓએ એક દલિત યુવકની હત્યા કરી નાખી. યુવકની ઉંમર 24 વર્ષ હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. આ હત્યા મામલે પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે.

સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

નાંદેડ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બે દિવસ પહેલા બોંદર હવેલી ગામમાં બની હતી. તેણે જણાવ્યું કે મૃતકની ઓળખ અક્ષય ભાલેરાવ તરીકે થઈ છે. આંબેડકર જયંતિ 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. અધિકારીએ કહ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: બેન્ડસ્ટેન્ડ પર બોયફ્રેન્ડે કર્યો ગર્લફ્રેન્ડની હત્યાનો પ્રયાસ, રંગે હાથે ઝડપાયો

આરોપીઓ લગ્નમાં તલવાર લઈને નાચતા હતા

પોલીસે જણાવ્યું કે અક્ષય ભાલેરાવ ગુરુવારે સાંજે એક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન આરોપીઓ એક વ્યક્તિના લગ્નમાં હાથમાં તલવાર લઈને નાચતા હતા. પોલીસે જણાવ્યું કે અક્ષય ભાલેરાવ અને તેના ભાઈ આકાશને જોઈને એક આરોપી કહેવા લાગ્યો કે, "તેની હિંમત કેવી રીતે થઈ કે 14 એપ્રિલે ગામમાં આંબેડકર જયંતિ ઉજવાઈ." આ બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીઓએ અક્ષય ભાલેરાવને ખૂબ માર માર્યો હતો અને ચાકુના ઘા મારીને હત્યા કરી હતી. આરોપીઓએ અક્ષયના ભાઈને પણ જોરથી માર માર્યો હતો.

mumbai news maharashtra Crime News