Cyber Attack: મહારાષ્ટ્રની 70 સહિત દેશની 500 વેબસાઈટ હેક, વિદેશી હેકર પર શંકા

14 June, 2022 06:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના થાણે પોલીસની સાઇટ સહિત 70 વેબસાઈટ સામેલ છે. આમાં ત્રણ સરકારી વેબસાઈટ છે. મામલે મલેશિયા તેમજ ઇન્ડોનેશિયાના હેકર પર શંકા વ્યક્ત કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં મંગળવારે મોટો સાઇબર અટેક થયો. દેશની 500થી વધારે વેબસાઈટ હેક કરવામાં આવી. આમાં મહારાષ્ટ્રના થાણે પોલીસની સાઇટ સહિત 70 વેબસાઈટ સામેલ છે. આમાં ત્રણ સરકારી વેબસાઈટ છે. મામલે મલેશિયા તેમજ ઇન્ડોનેશિયાના હેકર પર શંકા વ્યક્ત કરવામાં આવી છે

મહારાષ્ટ્ર સાઈબર સેલના એડીજી મધુકર પાંડેએ જણાવ્યું કે અમે અનેક વેબસાઇટ પાછી મેળવી લીધી છે. કેટલીક બાકી છે તેનું કામ ચાલુ છે. ખાનગી યૂનિવર્સિટીઝનની વેબસાઇટ્સ હેક કર્યા પછી રાજ્યની 70થી વધારે વેબસાઈટ્સ પર હુમલો કરવામાં આવ્યો. આમાં ત્રણ વેબસાઈટ સરકારી હતી. હેક કરવામાં આવેલી વેબસાઈટની સંખ્યા 500થી વધારે છે.

એડીજી પાંડેએ કહ્યું કે દેશમાં ચાલતા સાંપ્રદાયિક તાણ વચ્ચે અનેક સાઇબર હેકરોએ મળીને હુમલો કર્યો છે. દેશમાં અનેક વેબસાઇટ હેક કરવામાં આવી છે. મામલે બે દેશો મલેશિયા અને ઇન્ડોનેશિયાના હેકરના નામ સામે આવી રહ્યા છે. આ ગ્રુપ ભારતમાં સક્રીય છે કે નહીં, આ વિશે અમને હાલ માહિતી મળી નથી.

થાણે પોલીસના ડીસીપી સાઇબર સેલ સુનીલ લોખંડેએ જણાવ્યું કે આજે સવારે લગભગ 4 વાગ્યે પોલીસ વેબસાઇટ હેક કરવામાં આવી છે. ટેક્નિકલ વિશેષજ્ઞોએ ડેટા તેમજ વેબસાઈટ પાછી મેળવી લીધી છે. મામલે તપાસ ચાલુ છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે રાજ્યના સાઇબર સેલને સરકારી વેબસાઈટ્સ તેમજ અન્યના હેક થવા મામલે તપાસના આદેશ આપ્યા છે. થાણે પોલીસની વેબસાઇટ હેક થવાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

Mumbai mumbai news maharashtra national news cyber crime