Mumbai ઍરપૉર્ટ: સોનાની તસ્કરીના આરોપમાં મહિલાની ધરપકડ,આટલું સોનું જપ્ત

29 December, 2020 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Mumbai ઍરપૉર્ટ: સોનાની તસ્કરીના આરોપમાં મહિલાની ધરપકડ,આટલું સોનું જપ્ત

તસવીર સૌજન્ય એએનઆઇ

મુંબઇ ઍરપૉર્ટ પર કસ્ટમ અધિકારીઓએ સોનાની તસ્કરીના આરોપમાં એક મહિલાની ધરપકડ કરી લીધી છે. સીમા શુલ્ક અધિકારીઓએ તેના સામાનમાંથી 481 ગ્રામ સોનું જપ્ત કર્યું. તપાસમાં ખબર પડી કે મહિલા ચૉકલેટ કવર દ્વારા દુબઈથી સોનું લાવી હતી.

મહિલા ચૉકલેટના ડબ્બા દ્વારા સોનાની તસ્કરી કરી રહી હતી. ઍરપૉર્ટ પર તેની શંકાસ્પદ હરકતને કારણે કસ્ટમ અધિકારીઓને તેના પર શંકા થઈ. સીમા શુલ્ક અધિકારીઓએ તેને પૂછપરછ માટે અટકમાં લીધી.

મહિલાનો ચહેરો પરસેવાથી લથપથ હતો, અને સીમા શુલ્ક અધિકારીઓને શરૂઆતમાં કંઇપણ શંકાસ્પદ મ મળ્યું. જો કે, પોલીસને શંકા ત્યારે થઈ જ્યારે તેમણે દુબઈથી લાવવામાં આવેલી ચૉકલેટનું કવર જોયું. ચૉકલેટના કવર પર મહિલાએ સોનાનું લેપ લગાડ્યું હતું.

mumbai mumbai news mumbai airport