વારંવાર લાડકી બહિણ યોજનાને દરેક પ્રકરણ સાથે ન જોડો, નહીં તો તમારે ઘરે બેસવું પડશે

10 December, 2025 07:46 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

પોતાના જ વિધાનસભ્ય પર અકળાઈને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું..

દેવેન્દ્ર ફડણવીસ

નાગપુરમાં ચાલી રહેલા વિધાનસભાના શિયાળુસત્રમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમની જ પાર્ટીના વિધાનસભ્ય અભિમન્યુ પવાર પર લાડકી બહિણ યોજનાનો ઉલ્લેખ કરવામાં આવતાં ભડક્યા હતા અને તેમને ચીમકી આપતાં કહ્યું હતું કે લાડકી બહિણને દરેક પ્રકરણ સાથે ન જોડો, નહીં તો પછી ઘરે બેસવું પડશે. 

એમાં બન્યું એવું કે વિરોધ પક્ષોએ સત્રની કાર્યવાહી દરમ્યાન વારંવાર લાડકી બહિણનો ઉલ્લેખ કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે દેવેન્દ્ર ફડણવીસે તેમને વારંવાર લાડકી બહિણ યોજનાનો ઉલ્લેખ કરવાનું ટાળો એમ જણાવ્યું હતું. જોકે પાંચ જ મિનિટ પછી BJPના વિધાનસભ્ય અભિમન્યુ પવારે રાજ્યમાં ગેરકાયદે વેચાતા દારૂ સંદર્ભે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો અને એ વખતે તેમણે પણ લાડકી બહિણ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. એ વખતે અકળાઈ ગયેલા દેવેન્દ્ર ફડણવીસે તેમને કહી દીધું હતું કે વારંવાર લાડકી બહિણનો ઉલ્લેખ દરેક પ્રકરણ સાથે જોડો નહીં, નહીં તો પછી ઘરે બેસવું પડશે. જોકે એ પછી તેમણે અભિમન્યુ પવારના પ્રશ્નના જવાબ પર આશ્વાસન આપતાં કહ્યું હતું કે રાજ્યમાં ગેરકાયદે દારૂ અને ગુટકા વેચનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.  

mumbai news mumbai devendra fadnavis political news ladki bahin yojana nagpur maharashtra government