નવી મુંબઈના ૨૦૩ પ્લૉટના ઑક્શનની સિડકોની જાહેરાત

08 July, 2021 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રીજી સ્કીમમાં કોપરખૈરણે અને નેરુળમાં ૭૫૩.૦૯ અને ૧૪૦૩.૭૦ ચોરસ મીટરના ૯ રેસિડેન્શિયલ તથા રેસિડેન્શિયલ કમ કમર્શિયલ પ્લૉટ્સ છે. 

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : સિડકોના તંત્રે ત્રણ યોજનાઓ હેઠળ ૨૦૩ રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્લૉટ્સના ઈ-ઑક્શનની જાહેરાત કરી છે. ગઈ કાલે બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર પહેલી સ્કીમમાં ખારઘર, કળંબોલી અને ન્યુ પનવેલ (ઈસ્ટ)માં ૧૯૦૩.૪૩ ચોરસ મીટરથી ૮૧૪૩.૩ ચોરસ મીટર સુધી વ્યાપ ધરાવતા ૧૨ રેસિડેન્શિયલ કમ કમર્શિયલ પ્લૉટ્સ છે. બીજી સ્કીમમાં ઐરોલી, ઘનસોલી, ખારઘર, કળંબોલી અને પનવેલમાં ૪૧.૪૧ ચોરસ મીટરથી ૩૯૧ ચોરસ મીટર સુધી ક્ષેત્રફળ ધરાવતા ૧૮૨ રેસિડેન્શિયલ પ્લૉટ્સ છે. ત્રીજી સ્કીમમાં કોપરખૈરણે અને નેરુળમાં ૭૫૩.૦૯ અને ૧૪૦૩.૭૦ ચોરસ મીટરના ૯ રેસિડેન્શિયલ તથા રેસિડેન્શિયલ કમ કમર્શિયલ પ્લૉટ્સ છે. 

mumbai Mumbai News cidco navi mumbai