અકસ્માતો ઘટાડવા સેન્ટ્રલ રેલવે ૪૦૪ ​કિલોમીટર લાંબી સેફ્ટી વૉલ બનાવશે

18 April, 2024 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેટલીક જગ્યાએ ૮ ફૂટ ઊંચી દીવાલ બનાવવામાં આવશે, જ્યારે અન્ય જગ્યાએ જાળી બેસાડવામાં આવશે. 

રેલવે સ્ટેશનની તસવીર

રેલવેમાં મુખ્યત્વે લોકો ટ્રૅક ક્રૉસ કરતી વખતે ટ્રેનની અડેફેટે ચડતાં મોત થતાં હોય છે એટલું જ નહીં, એને કારણે ટ્રેનો પણ મોડી પડે છે અને એમનું ટાઇમટેબલ ખોરવાઈ જતું હોય છે. એથી આ સમસ્યા પર અંકુશ મૂકવા સેન્ટ્રલ રેલવે એના સબર્બન સેક્શનમાં લોકો અને કેટલીક જગ્યાએ પ્રાણીઓ ટ્રૅક પર ન આવી જાય એ માટે ૪૦૪ કિલોમીટર લાંબી સેફ્ટી વૉલ કે જાળી બેસાડવાની છે. આ માટે ૨૦૦ કરોડ રૂ​પિયાનો ખર્ચ થવાની સંભાવના છે. આ કામ ૨૦૨૫ના એપ્રિલ સુધીમાં પૂરું થવાની ધારણા છે. 

સેન્ટ્રલ રેલવેમાં કર્જત અને કસારા સાથે જ હાર્બર લાઇન, ટ્રાન્સ-હાર્બર અને ઉરણ જતી પોર્ટ લાઇન પણ એની હેઠળ જ આવતી હોવાથી એ દરેક લાઇનને કવર કરી લેતી આ સેફ્ટી વૉલ બનાવવામાં આવશે. કેટલીક જગ્યાએ ૮ ફૂટ ઊંચી દીવાલ બનાવવામાં આવશે, જ્યારે અન્ય જગ્યાએ જાળી બેસાડવામાં આવશે. 

mumbai news central railway indian railways harbour line karjat