ટ્રેનનું લાઇવ લોકેશન ટ્રૅક કરવા માટે સેન્ટ્રલ રેલવેએ શરૂ કરી યાત્રી ઍપ

14 July, 2022 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રવાસીઓ ટ્રેનો રદ થઈ હોય અથવા વિશેષ ટ્રેનો ચલાવવા વિશે પણ માહિતી મેળવી શકે છે. ખાસ કરીને જ્યારે કોઈ અન્ય કારણસર અથવા મેગા બ્લૉક વગેરેને કારણે ટ્રેન સર્વિસ ખોરવાઈ જાય છે ત્યારે ખૂબ ઉપયોગી નીવડશે. 

ટ્રેનનું લાઇવ લોકેશન ટ્રૅક કરવા માટે સેન્ટ્રલ રેલવેએ શરૂ કરી યાત્રી ઍપ

સેન્ટ્રલ રેલવેના મુસાફરો હવે ‘યાત્રી’ મોબાઇલ ઍપ્લિકેશન પર સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનના લાઇવ લોકેશનની માહિતી મેળવી શકશે. યાત્રી ઍપનો લાઇવ ડેમો પણ ગઈ કાલે સીએસએમટી સ્ટેશન પર સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર અનિલ કુમાર લાહોટીની હાજરીમાં કરવામાં આવ્યો હતો. યાત્રી ઍપ ઉપનગરીય મુસાફરો માટે દોડતી ટ્રેન વિશે લાઇવ માહિતી મેળવવા અને તેમની મુસાફરીનું વધુ સારી રીતે આયોજન કરવા માટે ઉપયોગી સાધન છે. પ્રવાસીઓ ટ્રેનો રદ થઈ હોય અથવા વિશેષ ટ્રેનો ચલાવવા વિશે પણ માહિતી મેળવી શકે છે. ખાસ કરીને જ્યારે કોઈ અન્ય કારણસર અથવા મેગા બ્લૉક વગેરેને કારણે ટ્રેન સર્વિસ ખોરવાઈ જાય છે ત્યારે ખૂબ ઉપયોગી નીવડશે. 
તમામ ઉપનગરીય રેક પર સ્થાપિત જીપીએસ ઉપકરણો ગોઠવવામાં આવ્યાં છે. ડેટા દર ૧૫ સેકન્ડે ઑટો રિફ્રેશ થાય છે અને યુઝર્સ ટ્રેનનું અપડેટેડ લાઇવ લોકેશન મેળવવા માટે રિફ્રેશ બટન પર ક્લિક પણ કરી શકે છે. યુઝરને ટ્રેનોના આગમન બાબતે સમયસર માહિતી પણ મળશે. આ સુવિધા મેઇન લાઇન, હાર્બર લાઇન, ટ્રાન્સહાર્બર લાઇનના ટ્રેનોના મુસાફરોને મળશે. આ ઍપમાં ઉપનગરીય ટ્રેનોનાi ટિકિટભાડાiની વિગતો, મેલ-એક્સપ્રેસ ટ્રેનની માહિતી, પીએનઆર સ્ટેટસ, રેલવે અને મેડિકલ ઇમર્જન્સી નંબર જેવી અનેક સુવિધા છે. યાત્રી ઍપ ઍન્ડ્રૉઇડ પ્લેસ્ટોર અને ઍપલ ઍપ સ્ટોર પર ઉપલબ્ધ છે.

Mumbai mumbai news