બે મહિનામાં સેન્ટ્રલ રેલવેએ ગેરકાયદે પ્રવાસીઓ પાસેથી ૬૩.૬૨ કરોડ રૂપિયા રળ્યા

16 June, 2024 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ વિભાગમાં ૪.૦૭ લાખ કેસમાંથી ૨૫.૦૧ કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સેન્ટ્રલ રેલવેએ તમામ ડિવિઝનમાં સબર્બન, મેલ/એક્સપ્રેસ, પૅસેન્જર સેવાઓ અને સ્પેશ્યલ ટ્રેનોમાં ટિકિટ વગર અને અનિયમિત પ્રવાસને રોકવા માટે ટિકિટ-ચેકિંગ હાથ ધર્યું હતું. એમાં સેન્ટ્રલ રેલવેએ એપ્રિલથી મે મહિનામાં ગેરકાયદે અને અનિયમિત પ્રવાસીઓના ૯.૦૪ લાખ કેસમાંથી ૬૩.૬૨ કરોડ રૂપિયાની આવક નોંધાવી છે. ગેરકાયદે અને અનિયમિત પ્રવાસીઓના સૌથી વધુ કેસ અને આવક સેન્ટ્રલ રેલવેના પાંચ વિભાગમાંથી મુંબઈ વિભાગમાં નોંધાયાં છે. એ પ્રમાણે મુંબઈ વિભાગમાં ૪.૦૭ લાખ કેસમાંથી ૨૫.૦૧ કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે.

mumbai news mumbai central railway Crime News