અનિલ દેશમુખને જામીન આપતા આદેશ પરનો સ્ટે લંબાવવા માટે સીબીઆઇ હાઈ કોર્ટના શરણે

21 December, 2022 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટનું શરણું લઈને ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખના જામીન મંજૂર કરવાના આદેશ પર ત્રીજી જાન્યુઆરી સુધી સ્ટે મૂકવાની માગણી કરી હતી.

અનિલ દેશમુખ

મુંબઈ (પી.ટી.આઇ.) : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટનું શરણું લઈને ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખના જામીન મંજૂર કરવાના આદેશ પર ત્રીજી જાન્યુઆરી સુધી સ્ટે મૂકવાની માગણી કરી હતી. હાઈ કોર્ટે કહ્યું હતું કે તે બુધવારે સીબીઆઇની અરજીની સુનાવણી હાથ ધરશે.
જસ્ટિસ એમ. એસ. કર્ણિકની સિંગલ બેન્ચે ૧૨ ડિસેમ્બરે એનસીપીના ૭૩ વર્ષના નેતાના જામીન મંજૂર કર્યા હતા, પણ આદેશનો અમલ દસ દિવસ પછી થશે એમ જણાવ્યું હતું, કારણ કે સીબીઆઇએ સર્વોચ્ચ અદાલતમાં આ આદેશને પડકારવા માટે સમય માગ્યો હતો.

આ પણ વાંચો:Maharashtra: Anil Deshmkhના જામીનનો મામલો, CBIએ ખખડાવ્યો સુપ્રીનો દરવાજો

તપાસકર્તા સંસ્થાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એની અપીલ દાખલ કરી હતી, પણ હાલ અદાલતમાં વેકેશન ચાલી રહ્યું હોવાથી યાચિકાની સુનાવણી જાન્યુઆરી મહિનામાં થશે.
સીબીઆઇ વતી ઍડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે જસ્ટિસ કર્ણિક સમક્ષ અગાઉનો સ્ટે ત્રીજી જાન્યુઆરી સુધી લંબાવવાની માગણી કરી હતી. આની સામે વિરોધ નોંધાવતાં અનિલ દેશમુખના વકીલ નિકેત નિકમે સર્વોચ્ચ અદાલતમાં વેકેશન રજિસ્ટ્રાર મોજૂદ હોવાનું જણાવ્યું હતું.
એ પછી જસ્ટિસે સીબીઆઇની અરજીની સુનાવણી બુધવારે હાથ ધરવાનું જણાવ્યું હતું.

mumbai news anil deshmukh bombay high court