22 December, 2023 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
એક કાર્યકર્તાએ જાતિ આધારિત ગણતરીનો વિરોધ કર્યાના દિવસો પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ગઈ કાલે જણાવ્યું કે આવી કેટલીક પ્રવૃત્તિ સમાજનો સર્વાંગી વિકાસ સાધવા માટે થવી જોઈએ. દરમ્યાન કોઈ પણ રીતે સમાજની સંવાદિતા અને એકતાને કોઈ નુકસાન નહીં થવાની ખાતરી કરવી જોઈએ. આરએસએસના પબ્લિસિટી હેડ સુનીલ અમ્બેકરે સોશ્યલ મીડિયા એક્સ પર આપેલા નિવેદનમાં જણાવ્યું કે સંગઠન હમેશા કોઈ પણ ભેદભાવ અને અસમાનતા વિના સામાજિક સંવાદિતા અને ન્યાયના આધારે હિન્દુ સમાજના નિર્માણ માટે પ્રયત્નશીલ છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિવિધ સરકારોએ સમયાંતરે આવા વિભાગોના વિકાસ અને સશક્તીકરણ માટે યોજનાઓ અને વિશેષ જોગવાઈઓ રજૂ કરી છે અને આરએસએસ આવા પગલાને સંપૂર્ણ સમર્થન આપે છે.