અમરાવતીમાં મધરાત્રે લાઉડ સ્પીકર વગાડવા બદલ રાણા દંપતી સહિત 14 કાર્યકરો સામે ગુનો દાખલ

29 May, 2022 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી નથી. આમ છતાં રાણા સમર્થકોએ લાઉડ સ્પીકરનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો.

ફાઇલ તસવીર

36 દિવસ પછી અમરાવતી પરત ફરેલા રાણા દંપતીનું ગઈકાલે આનંદ-ઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વાગત દરમિયાન નિયમો ઘડવામાં ધજાગરા ઊડ્યાં હતા. રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા સહિત 14 કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

મધરાત સુધી લાઉડ સ્પીકર સાથે હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાન આરતી શરૂ થઈ હતી. રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી નથી. આમ છતાં રાણા સમર્થકોએ લાઉડ સ્પીકરનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો. તેથી હવે અમરાવતી પોલીસે રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા સહિત 14 કાર્યકરો સામે કેસ નોંધ્યો છે.

અમરાવતીના શંકરનગર ખાતે રાણાના ઘરની સામેના રસ્તા પર સ્ટેજ ઊભું કરી રસ્તામાં અવરોધ ઊભો કર્યો હતો. મધરાત 12 સુધી લાઉડ સ્પીકર સાથે કાર્યક્રમ યોજીને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર સ્વાતિ પવારની ફરિયાદ પર આઈપીસી 341, 188, 134, 135 કમલ 15 પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાણા દંપતીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું નક્કી કર્યું હતું. રાણા દંપતીને મુંબઈની જેલમાં 14 દિવસ પસાર કરવા પડ્યા હતા, જે બાદ રાણા દંપતી અને શિવસેના વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી. ઘટનાના 36 દિવસ બાદ રાણા દંપતી અમરાવતી પહોંચ્યું હતું.

mumbai mumbai news amravati