મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયે થશે કેબિનેટ વિસ્તરણ: શિંદે જૂથના આ નેતાઓને મળશે સ્થાન

19 May, 2023 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં 9 ઑગસ્ટ 2022ના રોજ એકનાથ શિંદેના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં 18 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા, જેમાંથી 9 પ્રધાનો ભાજપના અને 9 પ્રધાનો એકનાથ શિંદે જૂથના છે

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)માં લાંબા સત્તાસંઘર્ષ બાદ હવે રાજ્યમાં કેબિનેટનું વિસ્તરણ (Cabinet Expansion) થવા જઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં બહુપ્રતીક્ષિત કેબિનેટ વિસ્તરણની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આગામી સપ્તાહે એકનાથ શિંદે (Eknath Shinde) સરકાર કેબિનેટનું વિસ્તરણ કરે તેવી વકી છે, જેમાં શિંદે કેમ્પના 8 નેતાઓને મંત્રીપદ મળે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્રમાં 9 ઑગસ્ટ 2022ના રોજ એકનાથ શિંદેના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં 18 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા, જેમાંથી 9 પ્રધાનો ભાજપના અને 9 પ્રધાનો એકનાથ શિંદે જૂથના છે. 30 જૂને એકનાથ શિંદેએ સીએમ તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા.

હાલની કેબિનેટ

હાલ ભાજપના પ્રધાનો - ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુરેશ ખાડે, અતુલ સેવ, રવિન્દ્ર ચવ્હાણ, મંગલ લોઢા, વિજય કુમાર ગાવિત

શિવસેના શિંદે જૂથના પ્રધાનો - ઉદય સામંત, સંદીપન ભુમરે, દાદા ભુસે, ગુલાબરાવ પાટીલ, શંભુરાજ દેસાઈ, સંજય રાઠોડ, તાનાજી સાવંત, અબ્દુલ સત્તાર, દીપક કેસરકર

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નવી ભાજપ-શિવસેના સરકાર સત્તા પર આવી ત્યારબાદ પહેલું વિસ્તરણ થયું હતું. એકનાથ શિંદેએ 30 જૂન, 2022ના રોજ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. તો ફડનવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.

શિંદેના નેતૃત્વમાં શિવસેનાના કેટલાક ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની એમવીએ સરકાર સામે બળવો કર્યા બાદ નવી સરકારની રચના કરવામાં આવી હતી. બળવાને કારણે MVA સરકાર - જેમાં શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) અને કૉંગ્રેસ સામેલ હતી, તેનું પતન થયું હતું.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના મહારાષ્ટ્ર એકમના વડા જયંત પાટીલે મંગળવારે જણાવ્યું હતું કે, જો મુખ્યપ્રધાન એકનાથ શિંદેની બાલાસાહેબાંચી શિવસેના (BSS)ના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે તો રાજ્ય સરકાર "ચોક્કસપણે" પડી જશે.

આ પણ વાંચો: અમેરિકાથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયા ફ્લાઈટમાં શખ્સે તેની પત્નીનું ગળું દબાવ્યું

તેમણે કહ્યું કે, “મને લાગે છે કે જો 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે, તો શિંદે સરકાર ચોક્કસપણે પડી જશે. એવી શક્યતા પણ છે કે ભાજપ સંખ્યાની સૌથી મોટી પાર્ટી હોવાથી રાજ્યપાલ તેમનો સંપર્ક કરી શકે છે અને જો તેમની પાસે સંખ્યા હશે તો તેઓ સરકાર બનાવી શકે છે.” જયંત પાટીલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે સમાચાર એજન્સી ANIને આ નિવેદન આપ્યું હતું.

mumbai mumbai news maharashtra eknath shinde devendra fadnavis