શોકિંગઃ ભારતી સિંહ અને તેના પતિએ ગાંજો લેતા હોવાની કરી કબૂલાત

21 November, 2020 06:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શોકિંગઃ ભારતી સિંહ અને તેના પતિએ ગાંજો લેતા હોવાની કરી કબૂલાત

ફાઈલ તસવીર

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) બૉલીવુડ અને ટેલીવુડ સેલેબ્ઝના ઘરે ડ્રગ્સ મામલે સતત દરોડા પાડી રહી છે. કેસના ભાગરૂપ ડ્રગ્સ કેસના કનેક્શનમાં NCBએ કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) અને તેના પતિ હર્ષ લિંબાચિયા (Harsh Limbachiyaa)ના ઘરે દરોડા પાડયા હતા અને ભારતી સિંહના ઘરમાંથી નોંધપાત્ર માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હોવાથી NCBએ પતિ-પત્ની બંનેની વધુ પૂછપરછ માટે અટકાયત કરી હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈના કહેવા પ્રમાણે, પૂછપરછમાં આ બંનેએ કબૂલાત કરી છે કે તેઓ ગાંજાનું સેવન કરતા હતા. આ વાતની માહિતી NCBએ આપી છે. ભારતીના ઘરમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે અને પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ હજી ચાલુ છે, એમ પણ એનસીબીએ જણાવ્યું છે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બૉલીવુડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે.

ભારતી સિંહે 'ધ કપિલ શર્મા શૉ', 'કોમેડી સર્કસ', 'ઝલક દિખલા જા', 'નચ બલિયે' જેવા શૉમાં એક્ટિંગ પ્લસ એન્કરિંગ કર્યું છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતી અત્યારે સોની ટીવી પર 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે.

bharti singh anti-narcotics cell mumbai