07 October, 2026 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ‘પાર્ટિસિપેટ મુંબઈ’ ઝુંબેશ અને એના લોગોનું ઉદ્ઘાટન કરતાં (ડાબેથી) મંગલ પ્રભાત લોઢા, દેવેન્દ્ર ફડણવીસ અને રિતુ તાવડે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મંગળવારે ‘પાર્ટિસિપેટ મુંબઈ’ નામની ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશનો હેતુ મુંબઈના લોકોની સાથે મળીને જાહેર સમસ્યાઓ ઉકેલવાનો છે. BMCના હેડક્વૉર્ટરમાં આ ઝુંબેશ લૉન્ચ કરવામાં આવી ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા મેયર રિતુ તાવડે સહિત અન્યો પણ હાજર હતાં.
મુંબઈના લોકો સહભાગ લઈને શહેરની વિવિધ સમસ્યાઓ બાબતે BMC સાથે કામ કરે, BMCને સમસ્યાઓ વિશે જણાવે તથા એનો ઉકેલ કઈ રીતે લાવી શકાય એ વિશે પોતાનાં મંતવ્યો રજૂ કરે એ આ ઝુંબેશનો હેતુ છે. ખાસ કરીને BMC પ્રશાસન સાથે મુંબઈના લોકો વચ્ચેનો સંવાદ વધુ સુદૃઢ બને અને શહેરની સમસ્યાઓનું નિવારણ લાવી શકાય એ માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.