22 January, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
આજે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મેયરની કૅટેગરીની લૉટરી કાઢવામાં આવશે. છેલ્લે ૨૦૧૭માં થયેલી BMCની ચૂંટણીઓ બાદ એ વખતની શિવસેના અનડિવાઇડેડના નગરસેવક વિશ્વનાથ માહાડેશ્વર જનરલ કૅટેગરીના અને એ પછી શિવસેનાનાં નગરસેવિકા કિશોરી પેડણેકર જનરલ મહિલા કૅટેગરી હેઠળ મેયર બન્યાં હતાં. પાંચ વર્ષની BMCની ટર્મમાં દર અઢી વર્ષે મેયર બદલાય છે.
કૉર્પોરેશનના છેલ્લા મેયર જે અનામત કૅટેગરીના હોય એ કૅટેગરીને બાજુએ રાખીને બાકીની કૅટેગરીની ચિઠ્ઠી તૈયાર કરવામાં આવશે. ઓપન કૅટેગરી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ; એ ઉપરાંત દરેક કૅટેગરીમાં મહિલા કૅટેગરીની પણ ચિઠ્ઠી હશે. આ બધી ચિઠ્ઠીઓ ટ્રાન્સ્પરન્ટ બૉક્સમાં નાખીને એમાંથી એક-એક ચિઠ્ઠી બહાર કાઢી અનામત જાહેર કરવામાં આવશે.
શિવસેનાના નગરસેવકોએ કોકણભવન જઈને રજિસ્ટ્રેશન કરાવ્યું
શિવસેના (UBT)ના નવા ચૂંટાઈ આવેલા નગરસેવકોએ ગઈ કાલે કોકણભવન જઈને તેમનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પાર્ટી તરફથી તેમના માટે દાદરના શિવસેનાભવનથી લકઝરી બસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની સાથે લાસ્ટ ટાઇમનાં મેયર કિશોરી પેડણકર પણ હતાં, તેમણે નગરસેવકોને શુભેચ્છા આપી હતી.
વર્ષ નામ કૅટેગરી
૧૯૯૮ નંદુ સાટમ OBC
૧૯૯૯ હરેશ્વર પાટીલ જનરલ
૨૦૦૨ મહાદેવ દેવાળે SC
૨૦૦૪ દત્તા દળવી જનરલ
૨૦૦૭ ડૉ. શુભા રાઉળ OBC-મહિલા
૨૦૦૯ શ્રદ્ધા જાધવ જનરલ-મહિલા
૨૦૧૨ સુનીલ પ્રભુ જનરલ
૨૦૧૪ સ્નેહલ આંબેકર SC-મહિલા
૨૦૧૭ વિશ્વનાથ મહાડેશ્વર જનરલ
૨૦૨૦ કિશોરી પેડણેકર જનરલ-મહિલા