BMC ઇલેક્શનની તાડામાર તૈયારી

28 December, 2025 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૂંટણીના અધિકારીઓને તાલીમ આપવા માટે અનેક જગ્યાએ ટ્રેઇનિંગ સેશન્સ યોજાયાં

ગઈ કાલે વિક્રોલીના EVMના ગોડાઉનમાં મૉક પોલની પ્રોસેસ યોજીને ઇલેક્શન ઑફિસરોને ટ્રેઇનિંગ આપવામાં આવી હતી (તસવીરઃ શાદાબ ખાન)

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શનની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. BMCની ઇલેક્શન-બ્રાન્ચ દ્વારા ગઈ કાલે વિક્રોલીના ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનો (EVM)ના ગોડાઉનમાં પૉલિટિકલ પાર્ટીઓના પ્રતિનિધિઓની હાજરીમાં એક મૉક પોલ પ્રોસેસ યોજાઈ હતી.

મીરા રોડના લતા મંગેશકર ઑડિટોરિયમમાં ઇલેક્શન-ડ્યુટી માટેની ટ્રેઇનિંગ ચાલી રહી છે. આ તાલીમ મેળવવા માટે મીરા-ભાઈંદર અને થાણેથી શિક્ષકો અહીં આવ્યા હતા (તસવીરઃ નિમેશ દવે)

આ મૉક પોલમાં ઇલેક્શન કમિશને ઇશ્યુ કરેલી ગાઇડલાઇન પ્રમાણે મતદાનની સમગ્ર પ્રક્રિયા યોજાઈ હતી. શુક્રવારે આ જ ગોડાઉનમાં EVMની ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રોસેસ પૂરી કરવામાં આવી હતી.

ભાયખલા વિધાનસભા મતવિસ્તારની ઇલેક્શન ઑફિસમાં જુદી-જુદી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો BMC ઇલેક્શન માટે નૉમિનેશન ફૉર્મની તપાસ કરતા જોવા મળ્યા હતા. ઑફિસની આસપાસના વિસ્તારોમાં સઘન પોલીસ-બંદોબસ્ત અને બૅરિકેડિંગ સહિતની સુરક્ષા-વ્યવસ્થા જોવા મળી હતી (તસવીર : આશિષ રાજે)

મૉક પોલની પ્રોસેસમાં ઇલેક્શન ઑફિસર્સને EVMની તપાસ કેવી રીતે કરવી, મશીનમાં કંઈ ગરબડ હોય તો કેવી રીતે ઓળખવી, એને હૅન્ડલ કરવાની પ્રોસેસ તથા સ્ટ્રૉન્ગ રૂમમાં સ્ટોરેજ પ્રોટોકૉલ કયા ફૉલો કરવા વગેરે અનેક બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

bmc election brihanmumbai municipal corporation mumbai mumbai news