અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ માટેની પ્રી-બિડ મીટિંગ બીએમસીએ પાછળ ધકેલી

20 March, 2023 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરા-વેસ્ટમાં પટવર્ધન પાર્ક ખાતે ભૂગર્ભ પાર્કિંગ સામે રહેવાસીઓના વિરોધ વચ્ચે સુધરાઈએ આંતરિક કારણોનું બહાનું આપ્યું : હવે ૨૩ માર્ચે મીટિ‍ંગ થશે

બાંદરાના રહેવાસીઓ પટવર્ધન પાર્ક ખાતે ભૂગર્ભ પાર્કિંગ પ્રોજેક્ટ માટે આ મહિનાની શરૂઆતમાં મળ્યા હતા (તસવીર : શાદાબ ખાન)

બાંદરા-વેસ્ટમાં પટવર્ધન પાર્ક ખાતે ભૂગર્ભ પાર્કિંગ સામે રહેવાસીઓના વિરોધ વચ્ચે બીએમસીએ આંતરિક કારણોના બહાને ટેન્ડર માટેની પ્રી-બિડ મીટિંગ પાછળ ઠેલી છે. હવે આ મીટિંગ ૨૩ માર્ચે યોજાશે.

બીએમસીએ બાંદરા-વેસ્ટમાં હાલના અપ્પાસાહેબ પટવર્ધન પાર્કની પાછળના ખુલ્લા પ્લૉટની નીચે ભૂગર્ભ પાર્કિંગ બાંધવા માટે ૬ માર્ચે ટેન્ડર બહાર પાડ્યું હતું. આ ખુલ્લો પ્લૉટ પટવર્ધન પાર્કનો જ હિસ્સો છે.

બીએમસીએ જણાવ્યા અનુસાર ત્રણ માળના ભૂગર્ભ પાર્કિંગમાં રોબોટિક સિસ્ટમની મદદથી ૨૮૮ કાર પાર્ક કરી શકાશે. ટેન્ડર નોટિસમાં દર્શાવાયેલી યોજના મુજબ પાર્કિંગના બે પ્રવેશ હશે તેમ જ ગાર્ડનની ઉપર છાપરું હશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૭૫ કરોડ રૂપિયા હશે.

જેવીપીડીમાં પુષ્પા નરસી પાર્ક માટે પણ બીએમસી આવી જ યોજના ધરાવે છે, પરંતુ રહેવાસીઓના વિરોધને કારણે બીએમસી અન્ય વિકલ્પો વિશે વિચારી રહ્યું હોવાથી જેવીપીડી પાર્ક માટે હજી સુધી ટેન્ડર બહાર પાડ્યું નથી.

પટવર્ધન પાર્ક માટે બીએમસીએ ગુરુવાર, ૧૬ માર્ચના રોજ મીટિંગ યોજી હતી, પરંતુ હવે એ આવતા અઠવાડિયા માટે પાછળ ઠેલી છે. મીટિંગ પાછળ ઠેલવા માટે આંતરિક કારણોનું બહાનું આગળ ધરવામાં આવ્યું છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે રસ ધરાવનારા બિડર્સ પ્રોજેક્ટનો વિગતે ચિતાર મેળવી શકે છે તથા મીટિંગ દરમ્યાન પોતાની શંકાનું સમાધાન કરી શકે છે.

હાલના શેડ્યુલ મુજબ ટેન્ડર સબમિશનની અંતિમ તારીખ ૩ એપ્રિલ છે. ટેન્ડરની અંતિમ પ્રક્રિયા ૧૮ એપ્રિલે પૂરી થવા અપે​િક્ષત છે. જોકે હવે એ વિલંબિત થઈ શકે છે. 
દરમ્યાન, બાંદરાના રહેવાસીઓ ભૂગર્ભ પાર્કિંગ બાંધવાના મુદ્દે હજી પણ વિભાજિત છે. જાહેર ખુલ્લી જગ્યાઓ

હઠળ ભૂગર્ભ પાર્કિંગનો વિરોધ કરતી ઑનલાઇન પિટિશનને ૬,૧૨૫ હસ્તાક્ષરનો ટેકો મળ્યો છે. 

mumbai mumbai news bandra brihanmumbai municipal corporation