09 May, 2026 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરલીમાં તૂટેલી પાઇપલાઇનનું ૪૪ કલાકે સમારકામ થયું
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના G સાઉથ વૉર્ડમાં ડૉ. ઈ. મોઝેસ રોડ પર ૧૬૫૦ મિલીમીટર વ્યાસની મેઇન પાણીની પાઇપલાઇનમાં તિરાડ પડી હોવાનું ધ્યાનમાં આવતાં જ BMCએ બુધવાર રાત્રે ૧૦ વાગ્યાથી યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું હતું. અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં એન્જિનિયરો અને કામદારોએ ૪૪ કલાકમાં આ મહત્ત્વપૂર્ણ સમારકામ પૂરું કર્યું હતું. ગઈ કાલે ૮ મેએ પાઇપલાઇન સાંજના પાણીપુરવઠા માટે ચાલુ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત D, E અને G સાઉથ વિભાગોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીપુરવઠો આજે ૯ મેથી પાછો ચાલુ કરવામાં આવશે.