BMC બજેટ આ દિવસે થશે રજૂ, જાણો શેના પર હશે જોર...

03 February, 2023 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

4 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ થનાર બીએમસી બજેટમાં સ્વાસ્થ્ય, પાયાનો ઢાંચો અને શિક્ષણ પર ખાસ જોર

ફાઈલ તસવીર

એશિયાના સૌથી ધનાઢ્ય નગર નિગમ તરીકે જાણીતી મુંબઈ નગર નિગમ (BMC)નું 2022-23નું બજેટ શનિવારે 4 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. મુંબઈ મ્યૂનિસિપલ કમિશ્નર પ્રશાસક તરીકે (Mumbai BMC Budget) મ્યુનિસિપલ બજેટ રજૂ કરશે.

મુંબઈ નગર નિગમના ઇતિહાસમાં બીજી વાર પ્રશાસક દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. મુંબઈ નગર નિગમના પ્રશાસક અને આયુક્ત ડૉ. ઈકબાલ સિંહ ચહલ બજેટ રજૂ કરશે.

BMCનું બજેટ રજૂ કરતા પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)એ મુંબઈ નગર અધિકારીને કેટલાક નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મુંબઈ નગર નિગમના બજેટમાં પ્રદૂષણ નિયંત્રણ, સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવા, પ્રશાસનમાં પારદર્શિતા અને સૌંદર્યીકરણને સામેલ કરવામાં આવે.

નગરપાલિકાના બજેટ રજૂ કરતી વખતે નાગરિકો, રાજનૈતિક દળો પાસેથી પ્રાપ્ત ફીડબૅક અને સલાહને ધ્યાનમાં રાખતા બજેટ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Breaking: મુંબઈના બોરીવલી વિસ્તારમાં ગૅસની પાઈપલાઈનમાં થયો બ્લાસ્ટ, જુઓ તસવીરો

આયુક્ત દ્વારા પ્રશાસક તરીકે આ વર્ષનું બજેટ રજૂ કરતા પહેલા સંપૂર્ણ સમયથી લઈને આ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે.

Mumbai mumbai news brihanmumbai municipal corporation budget BMC Budget whats on mumbai