09 April, 2024 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ શેલારે રવિવારે બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના પરિવારની મુલાકાત લીધી
મુંબઈમાં ૨૦ મેએ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે એ પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના પ્રેસિડન્ટ અને બાંદરા વિસ્તારના વિધાનસભ્ય આશિષ શેલારે રવિવારે બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે આ પરિવાર દ્વારા આરોગ્યક્ષેત્રે અને જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવા ચાલતા કાર્ય બાબતે ચર્ચા કરી હતી.
આશિષ શેલારે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘સલીમ ખાન, હેલનજી, સલમાન ખાન અને તેમના પરિવારને લંચ પર મળ્યો. સલીમજીએ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે શરૂ કરેલા કાર્ય અને આરોગ્યક્ષેત્રે તેમના સામાજિક કાર્ય વિશે ચર્ચા કરી. આ પરિવાર બે દાયકાથી પૂરું મન લગાવીને આ કામ કરી રહ્યો છે.’ આશિષ શેલારે સલમાન ખાન અને સલીમ ખાન સાથેનો ફોટો પણ ટ્વીટ કર્યો હતો.