23 April, 2026 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અશોક ખરાત
અશોક ખરાતની પત્ની કલ્પના ખરાત ૩૧ માર્ચથી ફરાર છે. કલ્પના ખરાતની આગોતરા જામીન માટેની અરજી અહિલ્યાનગરની કોર્ટે ફગાવી દીધી છે. કલ્પના ખરાતે તેના પતિ અશોક ખરાતને કુકર્મો કરવામાં સક્રિય રીતે મદદ કરી હતી. કલ્પના ખરાત પર અનેક બૅન્કિંગ અને જમીનકૌભાંડોમાં સંડોવણી હોવાનો આરોપ છે. પરિણામે કલ્પના ખરાતે આ મામલે આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. આ અરજી પર ગઈ કાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરાયેલી દલીલો દરમ્યાન આરોપી કલ્પના ખરાતના વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે કલ્પના ખરાતનાં બધાં બૅન્ક-ખાતાં ફક્ત તેનો પતિ જ મેઇન્ટેઇન કરતો હતો. જોકે કોર્ટે આ કારણ વાજબી ન લાગતાં જામીનઅરજી ફગાવી દીધી હતી.
કલાક તપાસ, બીજી બાજુ ખરાતની તબિયત ખરાબ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે અશોક ખરાત સાથે સંકળાયેલા નાશિકના એક મોટા હોટેલમાલિકની ગઈ કાલે ૬ કલાક સુધી પૂછપરછ કરી હતી. બીજી બાજુ નાશિક જેલમાં અશોક ખરાતે ઊલટી થવાની અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેને હૉસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. જેમ-જેમ તેના કાંડ બહાર આવે છે તેમ-તેમ તેની તબિયત વધુ કથળતી જતી હોવાનું જણાયું હતું.