07 April, 2024 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી (BJP) રાષ્ટ્રવિરોધી પાર્ટી હોવાનું કહ્યું છે. એના જવાબમાં મુંબઈ BJPના અધ્યક્ષ
અને બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય આશિષ શેલારે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘શિવસેનાની સ્થાપના હિન્દુત્વના આધારે થઈ હતી. આજે ઉદ્ધવ ઠાકરે જૂથમાં વિચાર તો શું વિચારધારા પણ નથી. અઢી વર્ષ ઘરમાં બેસીને સરકાર ચલાવીને ભ્રષ્ટાચાર કરવાની સાથે તેમણે ગરીબોની ખીચડી ખાધી છે. આવા લોકોના મોંએથી રાષ્ટ્રવાદની વાત શોભા નથી દેતી. મુંબઈગરાઓના આશીર્વાદથી અમે આ ભ્રષ્ટાચારીઓની મટકી ફોડીશું.’