21 December, 2025 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા રોડમાં મીટિંગ પછી આશિષ શેલાર અને એકનાથ શિંદે.
મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સિનિયર નેતા આશિષ શેલારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. ગઈ કાલે થયેલી આ મુલાકાત મીરા-ભાઈંદરમાં યોજાઈ હતી જે લગભગ એક કલાક ચાલી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ મીટિંગમાં બન્ને નેતાઓએ મીરા રોડ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી સાથે મળીને લડવાની શક્યતા પર ચર્ચા કરી હતી. એટલું જ નહીં, આ મીટિંગમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું ઇલેક્શન પણ બન્ને પાર્ટી સાથે મળીને લડે એ માટેની સંમતિ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આશિષ શેલારે પોતે સોશ્યલ મીડિયા પર એકનાથ શિંદે સાથેનો ફોટો પોસ્ટ કરીને આ મીટિંગ વિશે માહિતી આપી હતી. આ બેઠક પછી એવા સંકેત મળ્યા હતા કે આવનારા દિવસોમાં BMC ઇલેક્શન માટે શિવસેના-BJP વચ્ચે યુતિની ઔપચારિક જાહેરાત થઈ શકે છે.