શિર્ડીના સાંઈબાબાના મંદિરમાં ૩૬.૯૮ લાખ રૂપિયાના સોનાના મુગટનું દાન

13 August, 2022 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતીશ પ્રભાકર અન્નમે ગુરુવારે રક્ષાબંધનના પાવન દિવસે ૭૭૦ ગ્રામનો સોનાનો મુગટ અને ૬૨૦ ગ્રામની ચાંદીની પ્લેટ દાનમાં આપ્યાં

ફાઇલ તસવીર

આંધ્ર પ્રદેશની ૫૭ વર્ષની એક વ્યક્તિએ મહારાષ્ટ્રના શિર્ડીમાં આવેલા પ્રખ્યાત સાંઈબાબાના મંદિરમાં ૩૬.૯૮ લાખ રૂપિયાના સોનાના મુગટનું અને ૩૩,૦૦૦ રૂપિયાની ચાંદીની પ્લેટનું દાન કર્યું હોવાનું તીર્થસ્થાનનું વ્યવસ્થાપન સંભાળતા ટ્રસ્ટના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

સતીશ પ્રભાકર અન્નમે ગુરુવારે રક્ષાબંધનના પાવન દિવસે ૭૭૦ ગ્રામનો સોનાનો મુગટ અને ૬૨૦ ગ્રામની ચાંદીની પ્લેટ દાનમાં આપ્યાં હોવાનું શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ભાગ્યશ્રી બાનાયતે જણાવ્યું હતું.

સતીશ પ્રભાકર અન્નમ ભૂતપૂર્વ વિધાનસભ્ય છે અને આંધ્ર પ્રદેશના બાપતલા જિલ્લાના રહીશ છે.

હજી ગયા મહિને હૈદરાબાદના ૮૦ વર્ષના ડૉક્ટરે મંદિરના ટ્રસ્ટને ૩૩ લાખ રૂપિયાના સોનાના મુગટનું દાન કર્યું હતું.

mumbai mumbai news shirdi