12 September, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઝેપ્ટો અને બ્લિન્કિટની જેમ હવે ઍમૅઝૉન પણ મુંબઈના કેટલાક વિસ્તારોમાં માત્ર ૧૦ મિનિટમાં ડિલિવરી કરતી સર્વિસ રોલઆઉટ કરી રહ્યું છે. ઍમૅઝૉનની ૧૦ મિનિટમાં ડિલિવરી સર્વિસ ઑલરેડી બૅન્ગલોર અને દિલ્હીમાં છે. હવે કંપનીએ દિલ્હી, બૅન્ગલોર અને મુંબઈમાં થઈને કુલ ૧૦૦ માઇક્રો-સેન્ટર્સ શરૂ કર્યાં છે જે ઝટપટ ડિલિવરી કરી શકે. આ વર્ષના અંત સુધીમાં એ બીજાં ૧૦૦થી વધુ સેન્ટર ખોલશે.
દિલ્હી અને બૅન્ગલોરમાં ૧૦ મિનિટમાં ડિલિવરી સર્વિસ શરૂ કર્યા પછી એક મહિનામાં પચીસ ટકાનો ગ્રોથ જોવા મળતાં કંપનીએ બીજાં શહેરોમાં પણ આ જ મૉડલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. જોકે મુંબઈમાં સિલેક્ટેડ પિનકોડમાં જ આ સર્વિસ અવેલેબલ છે.