નવી મુંબઈમાં ૧૧,૮૯૦ ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી થઈ

13 March, 2026 11:30 AM IST  |  Navi Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન અને CIDCOની જમીન પર જમીનમાફિયાઓ ગેરકાયદે બાંધકામો કરી રહ્યાં છે અને સરકાર કાર્યવાહી કરે એવી માગણી મંદા મ્હાત્રેએ કરી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી મુંબઈમાં વધી રહેલાં ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે એવી માહિતી ગઈ કાલે બજેટસત્રમાં આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીનાં મંદા મ્હાત્રે દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં વિધાનસભામાં અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનાં રાજ્યપ્રધાન માધુરી મિસાળે આ માહિતી આપી હતી.

નવી મુંબઈમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન અને CIDCOની જમીન પર જમીનમાફિયાઓ ગેરકાયદે બાંધકામો કરી રહ્યાં છે અને સરકાર કાર્યવાહી કરે એવી માગણી મંદા મ્હાત્રેએ કરી હતી. માધુરી મિસાળે જણાવ્યું હતું કે ‘ગેરકાયદે બાંધકામોના કેસોમાં કૉર્પોરેશને ૮૭૦ નોટિસ ફટકારી છે. એમાંથી ૩૪૦ ગેરકાયદે બાંધકામો અને ૩૧૩૩ ગેરકાયદે ઝૂંપડાંઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કુલ ૧૨૬ કેસ પણ નોંધાયા છે. CIDCOએ આવા કેસોમાં ૧૦,૧૬૦ નોટિસ ફટકારી છે, ૮,૪૧૭ અતિક્રમણ તોડી પાડ્યાં છે અને ૪ કેસ નોંધાયા છે. નવી મુંબઈમાં કુલ ૧૧,૮૯૦ ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી છે.’

navi mumbai navi mumbai municipal corporation nmmc cidco mumbai mumbai news