મુંબઈઃ આ ટિકટોક સ્ટાર નીકળ્યો ચોર, બુઝુર્ગના ઘરમાં કરી પાંચ લાખની ચોરી

09 June, 2019 11:57 AM IST  |  મુંબઈ

મુંબઈઃ આ ટિકટોક સ્ટાર નીકળ્યો ચોર, બુઝુર્ગના ઘરમાં કરી પાંચ લાખની ચોરી

આ ટિકટોક સ્ટાર નીકળ્યો ચોર

ટિકટોક..આ એપ્લિકેશન ફરી ચર્ચામાં આવી છે કારણ કે ટિકટોક પર જેના વીડિયો ધૂમ મચાવી રહ્યો છે તે અભિમન્યુ ગુપ્તા ચોર હોવાનો પર્દાફાશ થયો છે. ટિકિટોક એવું પ્લેટફોર્મ છે જે સામાન્ય ચહેરાને ફેમસ બનાવી દે છે. એવા જ આ ભાઈ પણ એવા જ કાંઈક હતા. તેમના ટિકટોક પર 9 લાખથી વધુ ફોલોઅર્સ હતા. અને આ ભાઈનો સાચો ચહેરો ત્યારે સામે આવ્યો જ્યારે તેની અટકાયત થઈ.

શું છે ઘટના?
અભિમન્યુને પોલીસ ચોરીના આરોપમાં પકડી ગઈ અને તે પણ જેવી તેવી નહીં પાંચ લાખની ચોરી. મુંબઈના જુહૂ પોલીસમાં એક બુઝુર્ગ દંપતિએ ફરિયાદ કરી કે કોઈ તેમના ઘરે આવ્યું, તોડફોડ કરી અને તેમના ઘરેથી કિંમતી ઘરેણા અને મોબાઈલ ફોન લઈને ભાગી ગયું. તેમની ફરિયાદ અનુસાર આરોપી પોણા પાંચ લાખનો સામાન લઈને ભાગ્યો છે.



બુઝુર્ગ દંપત્તિની ફરિયાદ બાદ જ્યારે મુંબઈ પોલીસે CCTV ચેક કર્યા ત્યારે તેના પરથી અભિમન્યુનો પર્દાફાશ થયો. અને પોલીસે અભિમન્યુની અટકાયત કરી. પહેલા તો અભિમન્યુએ ચોરીને કબૂલાત ન કરી પરંતુ પોલીસે સખત પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને ગુનો કબૂલી લીધો. અભિમન્યુએ ચોરીનો સામાન પોતાના એક મિત્રના ઘરે રાખ્યો હતો. મિત્રને તેણે આ સામાન તેની પત્નીનો હોવાનું કહીને સાચવવા આપ્યો હતો.

પહેલા પણ પોલીસ ચોપડે ચડ્યું છે નામ
આ કાંઈ પહેલી વાર નથી કે અભિમન્યુએ કોઈ ગુનો કર્યો હોય. આ પહેલા પણ તેની જુહૂમાં એક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ચોરીના પાંચ ગુનાઓ દાખલ થયેલા છે. કુર્લાની એક જ્વેલરી શોપમાંથી ઘરેણા ચોર્યા હતા.

આ પણ વાંચોઃ ટિકટોકે લીધો જીવઃ દિલ્હીના યુવકનું વીડિયો બનાવતી વખતે ગોળી ચાલી જતા મોત

પરિવાર અને મિત્રો માનવા નથી તૈયાર
અભિમન્યુનો પરિવાર અને મિત્રો તેના ક્રિમિનલ બેકગ્રાઉન્ડથી અજાણ છે. અભિમન્યુના મિત્રોના પ્રમાણે તે ક્યારેય આવું કામ કરી જ ન શકે. અભિમન્યુના પરિવારનું પણ કહેવું છે કે તેણે ક્યારેય પિતા કે કોઈ પાસેથી પૈસા નહોતા માંગ્યા. જો કે પરિવાર અને મિત્રો જે પણ માને પરંતુ અભિમન્યુએ ચોરી કરી તે હકીકત છે અને તે પણ એકવાર નહીં અનેકવાર.

mumbai mumbai news