Mumbai: હોળીના રંગોએ આપ્યું મોતને આમંત્રણ, નદીમાં ડૂબ્યો એન્જિનિયરિંગ વિદ્યાર્થી

08 March, 2023 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હોળી(Holi 2023) રમ્યા બાદ રંગો કાઢવા માટે વિદ્યાર્થી નદીમાં પડ્યો હતો. મુંબઈ(Mumbai)ના જુહુમાં પણ અન્ય એક મોતની ઘટના સામે આવી છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

મહારાષ્ટ્ર(Maharashtra)ના પુના(Pune)જિલ્લામાં એન્જિનિયરિંગનો એક 21 વર્ષીય વિદ્યાર્થી મંગળવારે નદીમાં ડૂબી ગયો હતો. હોળી (Holi 2023) મનાવ્યા બાદ તે પોતાના મિત્રો સાથે નહાવા માટે નદીમાં ઉતર્યો હતો. 

આ મામલે અધિકારીએ કહ્યું કે જલગાંવ નિવાસી જયદિપ પાટિલ, તાલેગાંવ દાભાડેની એન્જિનિયરિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે તેના  દસ મિત્રો સાથે હોળી રમ્યાં બાદ રંગ ધોવા માટે ઈન્દ્રિયાણી નદીમાં નહાવા ગયો હતો. તાલેગાંવ એમઆઈડીસીના અધિકારીએ કહ્યું પાટીલ ઉંડા પાણીમાં પહોંચી ગયો અને પોતાનું સંતુલન ગૂમાવી બેસ્યો હતો. એના મિત્રોએ આ ઘટનાની જાણ કર્યા બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. બચાવ કાર્યકર્તાઓ દ્વારા પરંતુ પાટીલને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. 

આ ઉપરાંત મુંબઈમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. મુંબઈના જુહુ બીચ પર અરબ સાગરમાં ડૂબી જવાથી એકનું મોત થયું. 30 વર્ષીય વ્યક્તિ અરબ સાગરમાં ઉંડા પાણીમાં ગયો અને ડૂબી ગયો હતો. 

આ પણ વાંચો: મુંબઈગરાની હોળી સુરક્ષિત બનાવવા મુંબઈ ટ્રાફિક પોલીસે કરી ઠેકઠેકાણે નાકાબંધી

મુંબઈ ટ્રાફિક પોલીસે મંગળવારે શબ-એ-બરાત અને હોળી પર વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. આ દરમિયાન 10 હજારથી વધુ બાઇક ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દારૂ પીને ડ્રાઇવિંગ કરવા બદલ 73 કાર ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે 65 બાઇક સવારો પણ દારૂના નશામાં પકડાયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસે સમગ્ર શહેરમાં ટ્રિપલ સવારી માટે 746 બાઇકર્સ અને 10,215ને હેલ્મેટ વિના સવારી કરવા બદલ દંડ ફટકાર્યો હતો.

mumbai news juhu beach pune pune news holi