08 March, 2024 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્રૉડ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાં ૪૫ વર્ષની વ્યક્તિએ શૅર ટ્રેડિંગ ફ્રૉડમાં ૧.૦૬ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. આ મામલે ચાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગજાનન કદમે જણાવ્યું હતું કે ‘આરોપીઓએ નવી મુંબઈના તળોજા વિસ્તારમાં એન્જિનિયરિંગ યુનિટ ધરાવતી વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને રિટર્નની ખાતરી આપીને તેને શૅર ટ્રેડિંગ કરવા કહ્યું હતું. છેલ્લા બે મહિનામાં પીડિતે ઑનલાઇન મોડ દ્વારા અલગ-અલગ બૅન્ક-અકાઉન્ટમાં ૧.૦૬ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે રિટર્ન કે ઇન્વેસ્ટ કરેલી રકમ પાછી ન મળતાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. આઇપીસી અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટની જોગવાઈઓ હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.