મુંબઈના ગુજરાતી શહીદને સાવ અનોખી વીરાંજલિ

14 August, 2019 08:08 AM IST  |  મુંબઈ | વિનોદ કુમાર મેનન

મુંબઈના ગુજરાતી શહીદને સાવ અનોખી વીરાંજલિ

નવાંગ કાપડિયા (જમણે છેલ્લે) પિતા હરીશ, માતા ગીતા અને ભાઈ સોનમ સાથે.

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ૨૦૦૦ની ૧૧ નવેમ્બરે આતંકવાદીઓ સામે લડતાં શહીદ થયેલા નવાંગ હરીશ કાપડિયાના જીવન અને વીરમરણની ગાથા વર્ણવતી ગ્રાફિક નૉવેલનું લોકાર્પણ આવતી કાલે દેશના ૭૩મા આઝાદી દિને દિલ્હીના નૅશનલ વૉર મ્યુઝિયમમાં કરવામાં આવશે.

૧૯ વર્ષ પહેલાં પચીસ વર્ષની ઉંમરે લશ્કરમાં જોડાયા પછી ૩૯ દિવસમાં જ લેફ્ટેનન્ટ નવાંગ કાપડિયા શહીદ થયા હતા. નવાંગ ૨૦૦૦ની બીજી સપ્ટેમ્બરે થર્ડ ગોરખા રાઇફલ્સની ચોથી બટૅલ્યનમાં જોડાયા હતા. એ વર્ષની ૧૧ નવેમ્બરે કુપવાડા પાસે રાજવરના જંગલમાં તેઓ વીરમૃત્યુ પામ્યા હતા.

નવાંગની સ્મૃતિ તાજી રાખવા માટે ગ્રાફિક નૉવેલ પ્રકાશિત કરવાનો વિચાર તેમના દુબઈમાં સ્થાયી થયેલા ભાઈ અને બૅન્કર સોનમ કાપડિયાને આવ્યો હતો. ઇલસ્ટ્રેશન્સ ધરાવતાં ૩૨ પાનાંની ગ્રાફિક નૉવેલની કિંમત ૧૯૯ રૂપિયા છે.

ગ્રાફિક નૉવેલ વિશે માહિતી આપતાં સોનમ કાપડિયાએ જણાવ્યું હતું કે ‘સૈનિકોની બહાદુરીની ગાથા પર આધારિત ગ્રાફિક્સનું પ્રકાશન કરતા AAN કૉમિક્સ વિશે મેં ૨૦૧૫માં જાણ્યું હતું. તેમનો એક સેટ મેં ખરીદ્યો અને ગ્રાફિક નૉવેલના માધ્યમની ક્ષમતાથી હું પ્રભાવિત થયો હતો.

ઇલસ્ટ્રેશન્સ કથાઓને જીવંત કરે છે એથી ૨૦૧૭માં AAN કૉમિક્સના રિશી કુમારને નવાંગ વિશે ગ્રાફિક નૉવેલના પ્રકાશનનો અમારો વિચાર જણાવ્યો હતો. અમારો વિચાર રિશી કુમારે સ્વીકાર્યો હતો.

આ પણ વાંચો : ભિવંડીમાં બાળકીના અપહરણનો પ્રયાસ

નૉવેલમાં પરિવારે નવાંગ વિશે આપેલી માહિતી, આર્મીમાં સિલેક્શનનો સંઘર્ષ અને ૧૯ વર્ષ પહેલાં કુપવાડાના રાજવર જંગલમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરની શહાદત સુધીની ઘટનાઓ નવાંગના વેબ મેમોરિયલ www.nawang.comમાં સમાવવામાં આવી છે. એમાં લગભગ ૨૫૦ પાનાંની સામગ્રી છે. એ સામગ્રી પણ ગ્રાફિક નૉવેલમાં ઉપયોગી થઈ હતી.’

mumbai news indian army mumbai vinod kumar menon