વિરાર નજીક લાગેલી આગમાં પોલીસે જપ્ત કરેલાં 100 વાહનો સ્વાહા

18 January, 2019 11:09 AM IST  |  મુંબઈ | સમીઉલ્લાહ ખાન

વિરાર નજીક લાગેલી આગમાં પોલીસે જપ્ત કરેલાં 100 વાહનો સ્વાહા

શૉર્ટસર્કિટ થતાં લગભગ 100 જેટલાં વાહનો બળી ગયાં

ગઈ કાલે અચાનક શૉર્ટસર્કિટ થતાં લગભગ 100 જેટલાં વાહનો બળી ગયાં હતાં. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર- બ્રિગેડનાં ચાર વાહનો અને વૉટર-ટૅન્કરો ઘટનાસ્થળે ધસી ગયાં હતાં અને લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પાર્કિંગ-લોટની નજીકમાં ટ્રાન્સફૉર્મરમાં શૉર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું મનાય છે. આગમાં સ્વાહા થઈ ગયેલાં વાહનોમાં કાર, મોટરસાઇકલ, નાના ટેમ્પો, ટ્રેઇલર્સ, થ્રી-વ્હીલર્સ અને અકસ્માતની ઘટનામાં સામેલ અનેક કારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : મુંબઈ : મુંબઈ : વૃક્ષોના કારણે બ્રિજનું કામ અટક્યું

ઇલેક્ટ્રિક ટ્રાન્સફૉર્મર સ્ટેશન પોલીસ-બીટની નજીકમાં જ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું અને એની આસપાસ ઝાડીઓ આવેલી હતી. શૉર્ટસર્કિટથી લાગેલી આગ ટૂંક સમયમાં જ પોલીસ-ચોકીના પરિસરમાં ફેલાઈ જવા પામી હતી.

virar mumbai news