મધ્ય પ્રદેશમાં વિમાન તૂટી પડતાં મુંબઈના બે પાઇલટનાં મૃત્યુ

05 January, 2020 10:59 AM IST  |  Mumbai Desk

મધ્ય પ્રદેશમાં વિમાન તૂટી પડતાં મુંબઈના બે પાઇલટનાં મૃત્યુ

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં શુક્રવારે રાતે એક પ્રાઇવેટ વિમાનને ટ્રેઇનિંગ દરમ્યાન અકસ્માત નડ્યો હતો. ટ્રેઇની વિમાન રનવે નજીક ખેતરમાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં ટ્રેઇની પાઇલટ ૨૮ વર્ષનો પીયૂષ સિંહ અને ૫૮ વર્ષના ટ્રેઇનર અશોક મકવાણાનાં મોત નીપજ્યાં છે. મૃત્યુ પામનાર ટ્રેઇની અને ટ્રેઇનર બન્ને મુંબઈના રહેવાસી હતા. 

જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અમિત સાંઘીએ જણાવ્યું કે ‘ચાઇમ્સ ઍકૅડેમી’નું વિમાન ધાના રનવે પર ઊતરવાનો પ્રયત્ન કરી રહ્યું, પરંતુ ધુમ્મસને કારણે રનવે સ્પષ્ટ ન દેખાતાં રનવે નજીકના ખેતરમાં વિમાન તૂટી પડ્યું હતું. ચાઇમ્સ ઍકૅડેમીના સ્થાનિક પ્રશાસક રાહુલ શર્માએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.

mumbai news mumbai madhya pradesh