સીએસએમટીના બિલ્ડિંગને હેરિટેજ મ્યુઝિયમ બનાવવા સામે આંદોલનની ધમકી

07 February, 2020 09:34 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

સીએસએમટીના બિલ્ડિંગને હેરિટેજ મ્યુઝિયમ બનાવવા સામે આંદોલનની ધમકી

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના હેરિટેજ બિલ્ડિંગને મ્યુઝિયમમાં ફેરવવાની રેલવેપ્રધાન પીયૂષ ગોયલની યોજના વિરુદ્ધ આંદોલન ફરી શરૂ કરવાની ધમકી સેન્ટ્રલ રેલવેના ટ્રેડ યુનિયન્સે આપી છે. સેન્ટ્રલ રેલવે મજદૂર સંઘના મહામંત્રી ડૉ. પ્રવીણ બાજપેયીએ જણાવ્યું હતું કે ‘કર્મચારીઓના અભિપ્રાય તરફ દુર્લક્ષ કરવાનો રેલવેપ્રધાનનો અભિગમ ખેદજનક છે. રેલવેપ્રધાને વધુ સારી સુવિધાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કર્મચારીઓ જે કામગીરીથી નારાજ થતા હોય એનો આગ્રહ શા માટે રાખે છે? જો તેઓ એ યોજનામાં આગળ વધશે તો અમે અમારું આંદોલન ફરી શરૂ કરીશું.’

કન્ઝર્વેશન આર્કિટેક્ટ્સ ઉક્ત યોજનાની ટીકા કરે છે અને રેલવે ઍક્ટિવિસ્ટ્સ બિનજરૂરી વિવાદો જગાવવા બદલ રેલવેપ્રધાનને વખોડે છે. ઍક્ટિવિસ્ટ્સ સ્ટાફનો રોષ વહોરી લેવાને બદલે સુવિધાઓ વધારવા પર ધ્યાન આપવાનો અનુરોધ કરે છે. એક કન્ઝર્વેશન ઍક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે ‘રેલવે તંત્રે સીએસએમટીના હેરિટેજ બિલ્ડિંગના કેટલાક ભાગોને રિપેર ન કરી શકાય એવું નુકસાન કરીને કપડાંથી ઢાંકી દીધા છે. હવે વધારે નુકસાનની શક્યતા છે.’

mumbai mumbai news chhatrapati shivaji terminus