Ambani પરિવારની પુત્રવધુ Shloka Mehtaએ આ રીતે ઉજવ્યો જન્મદિવસ

16 July, 2019 09:27 AM IST  |  મુંબઈ

Ambani પરિવારની પુત્રવધુ Shloka Mehtaએ આ રીતે ઉજવ્યો જન્મદિવસ

દેશના સૌથી પૈસાદાર વ્યક્તિ અને બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની પુત્રવધુ શ્લોકા મહેતાના જન્મદિવસને ખાસ બનાવવામાં અંબાણી પરિવારે કોઈ કસર નહોતી છોડી. શ્લોકા મહેતાના લગ્ન આકાશ અંબાણી સાથે આ વર્ષે માર્ચ મહિનામાં જ થયા હતા. ત્યારે સાસરામાં પહેલો જન્મ દિવસ ઉજવી રહેલી શ્લોકા મહેતાને પરિવારે પ્રિન્સેસ જેવું ફીલ કરાવ્યું. અંબાણી પરિવારે પુત્રવધુ શ્લોકા મહેતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે એક વીડિયો બનાવ્યો છે. જેમાં તે રાણી જેવી દેખાઈ રહી છે. સાથે જ તેમાં આખો પરિવાર દેખાઈ રહ્યો છે, જે શ્લોકાને જન્મદિવસની શુભેચ્છા આપે છે.

આ વીડિયોમાં અંબાણી પરિવારના તમામ સભ્યો છે. જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી અને આનંદ પિરામલ દેખાઈ રહ્યા છે.

આ ખાસ મોકા પર સાસુમા નીતા અંબાણીએ પુત્ર અને પુત્ર વધુ માટે એક કવિતા પણ લખી છે. ઉલ્લેખનીય છે કે પહેલીવાર શ્લોકા સાસરામાં જન્મદિવસ મનાવી રહી છે.

તમને જણાવી દઈએ કે શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્નમાં બચ્ચન પરિવારથી લઈ આમિર ખાન, શાહરુખ ખાન અને રણબીર કપૂર જેવા સેંકડો સ્ટાર્સ હાજર રહ્યા હતા. દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્રના લગ્નને લઈ દેશભરમાં ઉત્સુક્તા હતી.

આ લગ્ન તેની ભવ્યતા અને સજાવટ માટે પણ લોકોને યાદ છે. તેની તસવીરોની ઝલક અને વીડિયો જોઈને ખ્યાલ આવે છે કે આ લગ્ન કેટલા ભવ્ય હતા. વરમાળા માટે ફૂલોથી લઈ શાનદાર અને ભવ્ય મંચ બનાવાયો હતો.

nita ambani mukesh ambani Isha Ambani mumbai news