મુંબઈ: 82 વર્ષનાં વૃદ્ધને એના દિકરાએ ફ્લેટમાંથી કાઢી મુક્યો

01 August, 2019 10:36 AM IST  |  મુંબઈ | સમીઉલ્લાહ ખાન

મુંબઈ: 82 વર્ષનાં વૃદ્ધને એના દિકરાએ ફ્લેટમાંથી કાઢી મુક્યો

82 વર્ષનાં વૃદ્ધને એના દિકરાએ ફ્લેટમાંથી કાઢી મુક્યો

દેશ માટે લડનારા ૮૨ વર્ષના સૈનિકે આજે પોતાના જ ઘરમાં પોતાના જ દીકરા સામે પોતાના હક માટે લડવાનો વારો આવ્યો છે. ૮૨ વર્ષની વયના રિટાયર્ડ વિઠ્ઠલ ગોવિંદ ખંડાલેને આજે ભાડે કે પછી સંબંધીઓને ઘરે રહેવાનો વખત આવ્યો છે. ૧૯૬૫માં પંજાબમાં પાકિસ્તાન સામે અને ૧૯૭૧માં પાકિસ્તાન સ્થિત પરબતાલી પહાડી વોલ્ટાવા સ્ટેશન પર અને ૧૯૬૬માં ચીન સામે નાગાલૅન્ડમાં કોહિમા સેક્ટરથી લડાઈ જીતનારા ગોવિંદના ઘર પર તેના મોટા પુત્રએ કબજો કરી લઈ તેમને અને તેમનાં પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યાં છે.

સતારાના કોરેગાંવ તાલુકામાં શિરામ્બે ગામના રહેવાસી ખંડાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ૧૯૭૬માં લશ્કરમાંથી રિટાયર્ડ થયા બાદ તેમણે વીએસએનએલમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે પણ નોકરી કરી હતી અને ૧૯૯૭માં તેમાંથી રિટાયર થયા બાદ હવે તેઓ પોતાના વતનમાં રહેવા ગયા છે.

આ પણ વાંચો : મુંબઈ: ચોમાસું શરૂ થયા પછી શહેરમાંથી 40 અજગરો સહિત 230 સાપોને બચાવ્યા

પોઈસરમાંનું તેમનું ઘર રિડેવલપમેન્ટમાં ગયા બાદ બિલ્ડરે તેમને પોઇસર જિમખાનાની સામે આવેલા એસઆરએ બિલ્ડિંગમાં ફ્લૅટ આપ્યો હતો. જોકે આ ફ્લૅટ તેમના નામે છે છતાં પણ બેસ્ટમાં કન્ડક્ટરની નોકરી કરતો તેમનો મોટો પુત્ર સાહેબરાવ તેની પત્ની અને બાળકો સાથે તેમાં રહે છે. ખંડાલેએ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેના ઉત્તરમાં પોલીસોએ પણ તેમના દીકરાને સમજાવવા કોશિશ કરી પરંતુ આ સિવિલ મામલો હોવાથી વિશેષ કાંઈ કરી શકી નહીં. ખંડાલેના દીકરાનો સંપર્ક કરવાની ‘મિડ-ડે’ની કોશિશ નિષ્ફળ રહી છે.

mumbai indian army mumbai news